– મૃતકોની ઊંમર ૩૬ થી ૪૮ વર્ષ : પાંચ બેભાન થઇ ગયા, એકને ખેંચ આવી,
એકને ગભરામણ, એકનું તાવ બાદ મોત : એક યુવાન
સવારે જાગ્યો જ નહી

  સુરત,:

સુરત
શહેરમાં હિટ વેવના લીધે સૂર્યોનો આંકરો તાપની વચ્ચે લિંબાયતમાં તાવ બાદ ૩૬ વર્ષીય યુવાન
, રાંદેરમાં ૪૩ વર્ષીય આધેડ,
હજીરામાં ૪૮ વર્ષીય આધેડ અને ૪૫ વર્ષીય આધેડ, ડીંડોલીમાં
ચક્કર આવ્યા બાદ૩૩ વર્ષીય મહિલા
, ઉધનામાં  તાવ આવ્યા બાદ ૪૦ વર્ષીય યુવાન,અમરોલીમાં ૩૮ વર્ષીય યુવાન, પાંડેસરામાં ૩૮ વર્ષીય યુવાન
અને નાનપુરામાં ગભરાણ થયા બાદ ૪૦ વર્ષીય યુવાન તબિયત બગડતા બાદ મોત થયા હતા.

સ્મીમેર
અને સિવિલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં ગણેશનગરમાં રહેતો ૩૬ વર્ષીય અરૃણ નાનુ વણજારી
ગત સાંજે ઘરે આવ્યો હતો. બાદમાં તેની અચાનક તબિયત લથડતા બેભાન થઇ જતા સારવાર માટે સારવાર
માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં તેને મૃત જાહેર કર્યો હતો. તે ટેક્સટાઇલમાં મજુરી
કામ કરતો હતો.

રાંદેરમાં ઉગતમાં શ્રીજી નગરીમાં રહેતો ૪૩ વર્ષીય અશોક દયારામ ગત બપોરે
કાળઝાળ ગરમીમાં બજારથી ઘરે આવ્યો હતો. બાદમાં તે અચાનક બેભાન થઇ જતા સારવાર માટે
નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

હજીરાગામમાં તળાવ મહોલ્લામાં રહેતા ૪૮ વર્ષીય પ્રતાપ રામલખન ચૌધરી ગત
સાંજે હજીરાની કંપનીમાં કામ કરતો હતો. ત્યારે તેની તબિયત બગડતા બેભાન થઇ જતા ખાનગી
હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો.

પાલનપુર રોડ પર દિપમાલા સોસાયટીમાં રહેતો ૪૫ વર્ષીય સંજયપ્રસાદ રામચંન્દ્ર
તિવારી ગત સાંજે હજીરાની કંપની પાસે અચાનક ખેંચ આવતા ઢળી પડતા સારવાર માટે ખાનગી
હોસ્પિટલ બાદ નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં તેને મૃત જાહેર કર્યો હતો. તે
હજીરાની કંપનીમાં ડ્રાઇવીંગ કામ કરતો હતો.

અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીઝમાં સંચાખાતામાં કામ કરતો અને ત્યાં રહેતો ૩૮
વર્ષીય બિજય બિસનુ શાહુને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. તે ગત તા.૨૧મી સાંજે જમીને
સુઇ ગયો હતો. જાકે ગત સવારે તે નહી ઉઠતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો
હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

મુળ રાજસ્થાનમાં ઉદયપુરની વતની અને હાલમાં ડીંડોલીમાં નવાગામમાં માનસી
રેસીડન્સીમાં રહેતી ૩૩ વર્ષીય કિરણબેન ભગવતી વૈષ્ણવ ગત રાતે ઘરમાં અચાનક ચક્કર
આવતા બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ
પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. તેના પતિ કન્ટ્રકશનના કામ સાથે સંકળાયેલા છે.

ઉધનામાં ભાઠેનામાં જીવન જ્યોત સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષીય વિનોદ દેવલાલ
શાહુ ગત સાંજે તાવ આવ્યા બાદ તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો
હતો. જયાં તેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તે ટેક્સટાઇલ માર્કેટમાં મજુરી કામ
કરતો હતો.

પાંડેસરામાં સત્યનારાયણ નગરમાં રહેતો ૩૮ વર્ષીય પ્રદિપ વર્મા આજે સવારે
ઘરે શ્વાસ લેવામાં તકલીફ થયા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. ત્યાં તેની
તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને
મૃત જાહેર કર્યો હતો. તે કાપડ માર્કટમાં મજુરી કામ કરતો હતો.

સગરામપુરા ખાતે રહેતો ૪૦ વર્ષીય ઇમરાન મન્સુર મલેક આજે બપોરે ગભરામણ થતા
સારવાર માટે દવાખાને જતો હતો. ત્યારે તેની તબિયત બગડતા બેભાન થઇ જતા સારવાર માટે
નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં તેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તે મજુરી કામ
કરતો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *