Ramayana Part One Budget: હાલના સમયમાં રણબીર કપૂરની ફિલ્મ રામાયણની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ફિલ્મના સેટ પરથી તસવીરો સામે આવે છે તો ક્યારેક ફિલ્મની કાસ્ટને લઈને ચર્ચો થાય છે. એવામાં વર્તમાન સમયમાં ફિલ્મના બજેટની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. થોડા સમય પહેલા આવેલી ફિલ્મ આદિપુરુષ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ હતી પરંતુ હવે નીતિશ તિવારી દ્વારા નિર્દેશિત રામાયણ પાર્ટ વન ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું બજેટ 100 મિલિયન ડોલર હશે. 

રામાયણની બજેટ રૂ. 835 કરોડ

મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતના લોકો માટે રામાયણ માત્ર ફિલ્મ જ નહિ પણ એક લાગણી છે એટલા માટે ફિલ્મ મેકર્સ કોઈપણ પ્રકારની કચાશ રાખવા નથી માંગતા. રામાયણ ભાગ એકના નિર્માતા નમિત મલ્હોત્રાએ આ ફિલ્મ માટે USD 100 મિલિયન એટલે કે 835 કરોડનું બજેટ રાખ્યું છે. તેમજ જેમ જેમ આ ફિલ્મની  ફ્રેન્ચાઈઝી વધશે તેમ તેમ બજેટ પણ વધશે.

રણબીર કપૂરના કરિયરની બીજી સૌથી મોંઘી ફિલ્મ 

વર્ષ 2022માં રીલિઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 450 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જે સૌથી મોંઘી હિન્દી ફિલ્મોમાંની એક હતી. રામાયણના બજેટની સાથે આ તેની બીજી સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનને 600 દિવસ થવા જઈ રહ્યા છે. જેના કારણે લોકોની ઉત્સુકતા વધી રહી છે. 

ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ બની રામાયણ 

પઠાન ફિલ્મનું બજેટ 240 કરોડ રૂપિયા હતું. જ્યારે જવાનનું બજેટ 370 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જ્યારે પુષ્પા 2નું બજેટ 500 કરોડ સુધીનું કહેવાય છે, જે હજુ પણ રામાયણ કરતા ઓછું છે. જો કે બોક્સ ઓફિસ પર શું પરિણામ આવશે? તે આગામી દિવસોમાં ખબર પડશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *