– અમરોલીની
મહિલા તથા ઉધનાનો ૩૯ વર્ષીય યુવાન અને 
ડીંડોલીમાં ૪૮ વર્ષીય આધેડની તબિયત બગડતા મોત થયું

 સુરત :

સુરત
શહેરમાં ધણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી
રહ્યા છે. તેવા સમયે અમરોલીમાં ૨૯  વર્ષીય મહિલા
તથા ઉધનાનો ૩૯ વર્ષીય યુવાન અને ડીંડોલીોમાં ૪૮ વર્ષીય આઘેડની તબિયત લથડતા બેભાન થયા
બાદ મોત નીપજ્યું હતું.

સિવિલ અને
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં સાયણ રોડ બી.કે હોમ્સમાં રહેતી ૨૯ વર્ષીય
કોમલબેન મનોજ પટેલ સોમવારે સાંજે ઘરમાં સૂઈ ગયા હતા. બાદમાં તે જરા પણ હલનચલન નહીં
કરતા તેના પરિવારજનો તરત સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર
કર્યા હતા. કોમલબેન મુળ આંણદના વતની હતા.  સંતાનમાં
એક પુત્રી એક પુત્ર છે.  પતિ રત્નકલાકાર છે.

બીજા
બનાવમાં ઉધના રોડ નં-૦ ઉપર સંજયનગર ઝુપડપટ્ટીમાં રહેતો ૩૯ વર્ષીય લાલચંદ સોડઇ સરોજ
સોમવારે બપોરે સચીનમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભંગારના ગોડાઉનમાંથી સામાન ટેમ્પામાં
મુકતો હતો. તે સમયે તેની અચાનક  તબિયત
બગાડતા  બેભાન થઈ ગયો હતો. જેથી તેને
સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં  ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.જયારે તે મુળ
ઉતરપ્રદેશમાં જોનપુરનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે
મજુરી કામ કરતો હતો.

ત્રીજા
બનાવમાં ડીંડોલીમાં ગોવર્ધન નગરમાં રહેતા ૪૮ વર્ષીય અર્જુન રાજભાર ગત રાતે શ્વાસ
લેવામાં તકલીફ થઇ હતી. બાદમાં તે બેભાન થઈ જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં
લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *