Image Twitter 

IPL Purple Cap: જે બોલરે IPL 2024માં સૌથી વધુ વિકેટ લીધી છે અને જસપ્રીત બુમરાહ પાસેથી પર્પલ કેપ છીનવી લીધી છે, તે બોલર ભારતની T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ નથી. નવાઈની વાત એ છે કે,  T20 વર્લ્ડ કપ તો દૂરની વાત રહી, પરંતુ ભારતીય પસંદગીકારોએ તેને રિઝર્વ ખેલાડીઓમાં પણ સામેલ નથી કર્યો. આમ છતાં હર્ષલ પટેલનો ઉત્સાહ ઓછો નથી થયો. પંજાબ કિંગ્સના આ બોલરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 3 વિકેટ લઈને પર્પલ કેપની યાદીમાં પેહલા નંબર પર પહોચાડી દીધુ છે.

IPL 2024માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સનો મુકાબલો થયો હતો.  હરીફાઈ કરી. આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમને 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બોલિંગમાં હર્ષલ પટેલ અને બેટિંગમાં રાઈલી રોસોએ જ પંજાબ માટે સારું પ્રદર્શન કર્યું હતું. બાકીના દરેકે તો નિરાશ કર્યા હતા. 

હર્ષલ પટેલે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા અને 3 વિકેટ પણ લીધી

હર્ષલ પટેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 4 ઓવરના સ્પેલમાં 38 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેની છેલ્લી ઓવર ઇનિંગની સૌથી ખાસ ઓવર રહી હતી. આ ઓવરની જ્યારે શરુઆત થઈ ત્યારે બેંગલુરુએ 4 વિકેટે 238 રન કર્યા હતા. ત્યારે એવું લાગી રહ્યું હતું કે, તે સરળતાથી તેનો સ્કોર 255 સુધી પહોચાડી દેશે. પરંતુ, 255ની વાત તો દૂર રહી, 245 રન પણ ન બનાવી શક્યા. હર્ષલ પટેલે તેની આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા અને 3 વિકેટ પણ લીધી. તેની આ શાનદાર બોલિંગના કારણે બેંગલુરુ માત્ર 241 રન જ બનાવી શક્યું હતું.

હર્ષલ પટેલે તેની છેલ્લી ઓવરમાં આ 3 ખેલાડીને આઉટ કર્યા 

RCB સામે હર્ષલ પટેલે તેની છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર અને કેમેરોન ગ્રીનને આઉટ કર્યા હતા. અને આ સાથે IPLમાં  તેની કુલ 20 વિકેટ થઈ ગઈ છે. હર્ષલ પટેલે મહિપાલને આઉટ કરતાની સાથે જ જસપ્રીત બુમરાહ પાસેથી પર્પલ કેપ પણ છીનવી લીધું છે, જેના નામે 18 વિકેટ છે. પર્પલ કેપના લિસ્ટમાં વરુણ ચક્રવર્તી (16), અર્શદીપ સિંહ (16) અને મુકેશ કુમાર (15) અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાન પર છે.

ઓરેન્જ કેપની યાદીમાં વિરાટ કોહલી નંબર વન પર 

તો આ બાજુ ઓરેન્જ કેપની વાત કરીએ તો આ યાદીમાં વિરાટ કોહલી પોતાનો દબદબો જોવા મળે છે. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં 12 મેચમાં 634 રન બનાવ્યા છે. કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે, જેના નામે ટૂર્નામેન્ટમાં 600થી વધુ રન છે. ઓરેન્જ કેપની યાદીમાં વિરાટ પછી બીજા નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડ (541) છે. ટ્રેવિસ હેડ (533) ત્રીજા, સંજુ સેમસન (471) ચોથા અને સુનીલ નારાયણ (461) પાંચમા નંબર પર છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *