– અનન્યા અને સારા વચ્ચે ગાઢ મેત્રી છે
– દિગ્દર્શક અનુરાગ બસુની બર્થ ડે પાર્ટીમાં બંને સાથે સાથે દેખાતાં અટકળો શરૂ
મુંબઇ : આદિત્ય રોય કપૂરે અનન્યા પાંડે સાથે બ્રેક અપ કર્યા બાદ હવે તેણે સારા અલી ખાન સાથે ડેટિંગ શરુ કરી દીધું હોવાનું કહેવાય છે. આદિત્ય અને સારા તાજેતરમાં દિગ્દર્શક અનુરાગ બસુની પાર્ટીમાં સાથે દેખાયાં હતાં.
આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન દિગ્દર્શક અનુરાગ બસુની આગામી ફિલ્મ ધ ેમેટ્રો…ઇન દિનોમાં સાથે કામ કરવાના છે.
અનુરાગ બસુની આ પાર્ટીમાં તેની આગામી ફિલ્મના લીડ એકટર્સ પણ સામેલ હતા. તેના આધારે એમ પણ મનાય છે કે આદિત્ય અને સારા હજુ કદાચ રિલેશનશિપમાં નથી પરંતુ ફિલ્મમાં સહ કલાકારો હોવાથી સાથે સાથે જોવા મળી રહ્યા છે.
જોકે, પાર્ટીના વાયરલ થયેલા વીડિયોમાં બંનેની બોડી લેંગ્વેજ પરથી તેમની વચ્ચે માત્ર સહકલાકારો કરતાં પણ વધારે સંબંધ હોય તેવું જણાઈ રહ્યું છે.
સારા અલી ખાન અને અનન્યા પાંડે વચ્ચે બહુ ગાઢ મૈત્રી છે. તે પરથી સારા જ બહેનપણીનું બ્રેક અપ કરાવ્યું કે શું તેવી પણ ચર્ચા થવા લાગી છે.
સારા અલી ખાનનું નામ અગાઉ કાર્તિક આર્યન તથા સ્વ. સુશાંત સિંહ રાજપૂત સહિતના હિરો સાથે સંકળાઈ ચૂક્યું છે. બીજી તરફ આદિત્ય રોય કપૂર અનન્યા પહેલાં શ્રદ્ધા કપૂરને ડેટ કરતો હોવાનું કહેવાય છે.