IPL 2024, SRH vs CSK: સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન પેટ કમિન્સ શુક્રવારે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની મેદાનમાં એન્ટ્રી પર ચોંકી ગયો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ્યારે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ત્યાં હાજર દર્શકોએ જબરદસ્ત શોર મચાવ્યો હતો. દર્શકોને આટલી મોટી સંખ્યામાં ધોનીને ચીયર કરતા જોવું એ સૌથી ખાસ ક્ષણ સાબિત થઈ હતી.
ધોની અંગે કમિન્સે આપ્યું જોરદાર રિએક્શન
મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે મહેન્દ્ર સિંહ ધોની વિશે મોટું નિવેદન આપ્યું હતું. પેટ કમિન્સે કહ્યું કે, આજે રાત્રે દર્શકોમાં પાગલપન જોવા મળ્યું. જ્યારે MS ધોની મેદાન પર બેટિંગ કરવા આવ્યો ત્યારે એટલો મોટો અવાજ હતો કે જે મેં ક્યારેય નહોતો સાંભળ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની માત્ર બે બોલ રમવા માટે મેદાન પર આવ્યો હતો.
THE ENTRY OF MS DHONI. 🔥🤯pic.twitter.com/8OhRNfe4T6
— Johns. (@CricCrazyJohns) April 5, 2024
ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર જ્યારે મિચેલ આઉટ થયો ત્યારે ચાહકોની ખુશીનો પાર ન રહ્યો. ચાહકોની આ ખુશી મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગને મેદાન પર જોવા માટે હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 2 બોલનો સામનો કરી 1 રન બનાવ્યો હતો. આ ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, ‘પિચ અલગ હતી. જેમ જેમ રમત આગળ વધી તેમ પીચ થોડી ધીમી થઈ ગઈ હતી.