અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમે કર્યો ખુલાસો
ISI દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા કર્યા હતા મેઈલ
વર્ચ્યુઅલ આઈડીથી મેઈલ મોકલ્યાનો ખુલાસો થયો
અમદાવાદમાં સ્કૂલોને ધમકી મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમે ખુલાસો કર્યો છે. તેમાં ISI દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા મેઈલ કર્યા હતા. તથા બોમ્બના ઈ-મેઈલમાં ISIની સંડોવણી ખુલી છે. દિલ્હી, અમદાવાદની સ્કૂલોને એક જ વ્યક્તિએ ધમકી આપી હતી.
વર્ચ્યુઅલ આઈડીથી મેઈલ મોકલ્યાનો ખુલાસો થયો
વર્ચ્યુઅલ આઈડીથી મેઈલ મોકલ્યાનો ખુલાસો થયો છે. તેમાં ISIના તૌહીદ લિયાકતના નામે ID બનાવી મેઈલ કરાયા હતો. અમદાવાદમાં મતદાન પહેલા સ્કૂલોને મેઈલ મારફતે ધમકી મળવાના મામલે ISI દ્વારા ચુંટણીમા ભય ફેલાવવા મેઈલ કર્યા હતા. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમે ISI ની સંડોવણી અંગે ખુલાસા કર્યા છે. તેમાં પાકિસ્તાનના ફેઝલાબાદ આર્મી કેન્ટોન્મેન્ટનું કનેક્શન સામે આવ્યુ છે.
અગાઉ રશિયન ડોમેઈનનો દાવો કરવામાં આવ્યો હતો
દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મેના રોજ અમદાવાદની 23 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. જો કે, તપાસમાં પોલીસને કઈ મળ્યું નહોતું. જો કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયા હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેઈનનો દાવો કરવામાં આવ્યો હતો.