Haryana Political Crisis : હરિયાણાની રાજનીતિમાં મંગળવારે મોટો ઉલટફેર જોવા મળ્યો. અહીં ત્રણ અપક્ષના ધારાસભ્યોએ આજે કોંગ્રેસને પોતાનું સમર્થ આપી દીધું છે. આ તમામ ધારાસભ્ય પહેલા ભાજપની સાથે હતા. તો આજે આ ત્રણેય ધારાસભ્યોએ ભાજપની સૈની સરકારથી પોતાનું સમર્થ પરત લઈ લીધું છે. ભાજપની સરકારથી પોતાનું સમર્થ પરત લેનારા દાદરીથી ધારાસભ્ય સોમબીર સાંગવાન, નીલોખેડીથી ધારાસભ્ય ધર્મપાલ ગોંદર અને પુંડરીથી ધારાસભ્ય રણધીર ગોલનના નામ સામેલ છે.
ભાજપ સરકારથી હતી નારાજગી
જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર સિંહ અને પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાન ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થ આપવા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો હવે બાદશાહપુરથી ધારાસભ્ય રાકેશ દોલતાબાદ પણ પોતાનું સમર્થન કોંગ્રેસને આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ તમામ એવા ધારાસભ્ય છે જેમને મંત્રીમંડળમાં જગ્યા ન મળવાના કારણે ઘણા દિવસોથી ભાજપથી નારાજ હતા. તો અંતે આ તમામ અપક્ષના ધારાસભ્યોએ આજે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાનું એલાન કરી દીધું.
અપક્ષના ધારાસભ્યોએ શું કહ્યું?
કોંગ્રેસને સમર્થ આપનારા અપક્ષના ધારાસભ્યોએ કહ્યું છે કે, ભાજપ સરકારની નીતી લોકવિરોધી રહી છે. જેના કારણે તેમણે કોંગ્રેસને બહારી સમર્થન આપવાનો નિર્ણય લીધો. હવે તેઓ કોંગ્રેસનું પૂર્ણ રૂપથી સમર્ત આપવાનું કામ કરશે. તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાને કહ્યું કે, ભાજપ સરકાર જેજેપી અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર ચાલી રહી હતી, પરંતુ આજે ભાજપ સરકાર લઘુમતિમાં આવી ગઈ છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવું જોઈએ. હવે ભાજપને સરકારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થ આપ્યું છે. આ જન સમર્થમાં નિર્ણય લીધો છે. કોંગ્રેસ સતત રાજ્યમાં મજબૂત થઈ રહી છે.
લઘુમતીમાં ભાજપની સરકાર
જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભા 90 ધારાસભ્યો વાળી વિધાનસભા છે. હાલ, વિધાનસભામાં 88 ધારાસભ્ય છે. જેમાંથી ભાજપના 40, કોંગ્રેસના 30 અને જેજેપીના 10 ધારાસભ્ય છે. આ સિવાય હરિયાણા લોકહિત પાર્ટીના એક, ઈનેલોના એક ધારાસભ્ય છે. જ્યારે છ ધારાસભ્ય અપક્ષના છે. હાલના સમયે ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ચૂક્યું છે. અપક્ષના સહારે ચાલી રહેલી ભાજપ સરકારની હાલ મુશ્કેલી વધી ગઈ છે. હાલ, ભાજપ પાસે 40 પોતાના ધારાસભ્ય અને 3 અન્ય ધારાસભ્યોનો સાથ છે.