What is Met Gala: ફરી એકવાર વિશ્વની સૌથી મોટી મેગા ફેશન ઇવેન્ટ મેટ ગાલા 6 મેથી શરૂ થઈ છે. મેટ ગાલા એક ચેરિટી કાર્યક્રમ છે. જે ન્યુયોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ માટે ફંડ ભેગું કરે છે. ત્યાના એન્યુઅલ ફેશન એક્ઝીબીશનમાં માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના મોટા સેલેબ્સ ભાગ લે છે. 

મેટ ગાલા ઇવેન્ટની શરૂઆત 1948માં સોસાયટી મિડનાઈટ સપર તરીકે શરુ થઈ હતી. જે આજે ખૂબ જ લોકપ્રિય ઇવેન્ટ બની ગઈ છે.  ઇવેન્ટ શરૂઆત ફેશન પબ્લિસિસ્ટ એલેનોર લેમ્બર્ટ દ્વારા કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ માટે ફંડ ભેગું કરવા માટે થઈ હતી.

આ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ પોતે જ તેની નિયમિત કામગીરી, સ્ટાફના પગાર અને ઈવેન્ટ્સનો તમામ ખર્ચો ઉઠાવે છે, જેના માટે તે ‘મેટ ગાલા’ જેવી અદ્ભુત ચેરિટી ઇવેન્ટનું આયોજન કરે છે. 

મેટ ગાલાની થીમ શું છે?

આ વખતે મેટ ગાલા 2024ની થીમ છે ‘ગાર્ડન ઓફ ટાઈમઃ એન ઓડ ટુ આર્ટ એન્ડ એટરનિટી છે. જે મુજબ દરેક સેલેબ તે મુજબના કપડાં પહેરીને ઇવેન્ટમાં પહોંચશે. કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ચાર્જ વેન્ડી યુ ક્યુરેટર એન્ડ્રુ બોલ્ટને જણાવ્યું હતું કે આ વખતનો મેટ ગાલા પ્રકૃતિને સમર્પિત છે. તેથી, લોકો પૃથ્વી, આકાશ અને પ્રાણીઓ સાથે સંબંધિત થીમ આધારિત ડ્રેસ પહેરશે. આ વર્ષની થીમ જે.જી. બેલાર્ડની 1962ની “ધ ગાર્ડન ઑફ ટાઈમ” નામની ટૂંકી વાર્તાથી પ્રેરિત છે.

મેટ ગાલા ટિકિટો દ્વારા ભેગું કરે છે ફંડ 

એક અહેવાલ અનુસાર, ‘મેટ ગાલા 2024’ની ટિકિટની કિંમત $75,000 એટલે કે 60 લાખ રૂપિયાથી વધુ છે. આ સિવાય આ નાઈટ ટેબલની કિંમત $350,000 એટલે કે લગભગ 2.92 કરોડ રૂપિયા છે.

મેટ ગાલા 2024ની મેજબાની કોણ કરે છે?

મેટ ગાલા 2024ની મેજબાની જેંડયા, જેનિફર લોપેઝ, બૈડ બની અને ક્રિસ હેમ્સવર્થ કરી રહ્યા છે. આ ઉપરાંત દુનિયાભરના કલાકાર પોતાના આર્ટને પ્રસ્તુત કરે છે. 

ભારતીય સેલિબ્રિટીએ તેમાં ક્યારે ભાગ લેવાનો શરુ કર્યો?

દુનિયાભરમાં મેટ ગાલાની શરૂઆત ઘણા સમય પહેલા થઈ હોવા છતાં, ભારતીય સેલેબ્સે વર્ષ 2017થી તેમાં ભાગ લેવાનું શરુ કર્યું હતું. ભારત તરફથી પહેલીવાર પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જયારે આલિયા ભટ્ટે વર્ષ 2023માં આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ વર્ષે પણ આલિયા તેના ડ્રેસને લઈને ચર્ચામાં છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *