અમદાવાદ,શનિવાર
પૂર્વ વિસ્તારમાં ગૃહ કલેશ જેવી સામાન્ય તકરારમાં પતિ દ્વારા પત્ની ઉપર ઘાતક હુમલા કરવાના બનાવો વધી રહ્યા છે. નિકોલમાં શ્રમજીવી પરિવારની મહિલાએ બાળકોને લઇને પિયરમાં જવાનું કહેતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નીને લાકડીથી ઢોર માર મારતાં મહિલાને કપાળ, આંખે તથા હાથે ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખળ કરવામાં આવી હતી જ્યાં હાલમાં આઇસીયુંમાં સારવાર ચાલું છે. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિએ કપાળ, આંખે, હાથે લાકડીના ફટકા મારતાં ગંભીર હાલતમાં પત્ની હોસ્પિટલમાં આઇસીયુંમાં સારવાર હેઠળ
નિકોલમાં રહેતી મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે ક તા૩ના રોજ મહિલા ઘરે હતી ત્યારે હું બાળકોને લઇને માતાના ઘરે જાઉ છું તેમ કહેતા એકદમ પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને મારે તારી માતા સાથે બનતું નથી જેથી મારા બાળકો ત્યાં નહી જાય.
કહીને પતિ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો જેથી પત્નીને ગાળો બોલવાની ના પાડતા લાકડીથી પત્ની ઉપર હુમલો કર્યો હતો અને કપાળ, આંખે તથા હાથ લાકડીના ફટકા મારતાં પત્ની લોહી લુહાણ થઇ હતી. બુમાબુમ થતાં આસપાસના લોકો આવી જતા પતિ ત્યાંથી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં હાલમાં આઇસીયુંમાં વોર્ડમાં સારવાર ચાલું છે. આ ઘટના અંગે નિકોલ પોલીસે પતિ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.