અમદાવાદ, સોમવાર, 6 મે,2024

લોકસભા ચૂંટણી માટે આજે ૭ મેના રોજ મતદાન યોજાશે.દેશના
ચૂંટણી પંચ દ્વારા વધુ મતદાન થાય એ માટે પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવે
છે.અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા પણ વધુ મતદાન થાય એ માટે મતદાન
કર્યાનું આંગળી ઉપર નિશાન બતાવનારને બસમાં મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય કરવામાં
આવ્યો છે. એ.એમ.ટી.એસ.બસમાં મફત મુસાફરી કરવા માટે મુસાફરે વોટર ઈન્ફ્રમેશન
સ્લીપની ઝેરોક્ષ કે આંગળી ઉપર સાહીનું નિશાન બતાવવુ પડશે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની હાલમાં ૭૬૩ બસ
ઓનરોડ વિવિધ રુટ ઉપર દોડાવવામાં આવી રહી છે.આ પૈકી ૪૪૬ બસ ઈલેકશન ડયૂટી ઉપર
મુકવામાં આવી છે. એ.એમ.ટી.એસ.ના આર.એલ.પાંડેએ કહયુ
,અમદાવાદનો વિસ્તાર વધતા નાગરિકો નવા વિસ્તારમાં સ્થાયી થયા
છે.મતદાન મથકો વસવાટના સ્થળથી દૂર હોય તેવા નાગરિકોની સાથે અન્ય નાગરિકોને મતદાન
કરવામાં પ્રોત્સાહન મળે એ માટે તંત્ર તરફથી આ નિર્ણય કરાયો છે.મતદાનના સમયગાળા
દરમિયાન નાગરિકો દ્વારા જો ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ
, વોટર ઈન્ફર્મેશન સ્લીપની ઝેરોક્ષ કે મતદાન કર્યા બદલ
મતદાતાની આંગળી ઉપર સાહીની નિશાની બતાવવામાં આવશે તો તેવા મુસાફરોને મ્યુનિસિપલ
ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં મફત મુસાફરી કરવા દેવામાં આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *