માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરી સતત મોનિટરિંગ કરાશે
મતદાન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
લાઈવ વેબકાસ્ટિંગ કરીને બુથને સતત મોનિટર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી

  પંચમહાલ લોકસભા બેઠકમાં કુલ 2109 મતદાન મથકો આવેલા છે. જે પૈકી 1056 જેટલા અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકોને અલગ તારવવામાં આવ્યા છે. આ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેમાં માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક સેન્ટ્રલ આર્મફેર્સ ના જવાનોને તૈનાત કરવા અને આવા બુથોનું અંદરથી લાઈવ વેબકાસ્ટિંગ કરીને બુથને સતત મોનિટર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી કરીને આવા બુથો પર ખાસ નજર રાખી શકાય. હાલમાં આ બુથ ઉપર સીસીટીવી કેમેરા નું ઇન્સ્ટોલેશન કાર્ય કરવામાં આવી રહ્યું છે.

   પંચમહાલ લોકસભા બેઠક ઉપર 400 થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર, સીએએફ્ ની સાત કંપની પણ ડિપ્લોય કરવામાં આવી છે. જેની સાથે સાથે 740 સીસીટીવી કેમેરાની મદદથી વેબકાસ્ટિંગથી મતદાનના દિવસની તમામ ગતિવિધિઓ પર નિરીક્ષણ કરવામાં આવનાર છે. આ સાથે મતદાનના દિવસે દિવ્યાંગો અને અશક્ત મતદારો માટે પણ મતદાન બુથ ઉપર ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તેઓ વહેલી તકે પોતાનો મત આપી શકે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર પોતાના મત આપી શકે કે તે માટે સ્વયંસેવકોને પણ નિમણૂક આપવામાં આવી છે અને તેઓને તાલીમ પણ આપવામાં આવી છે.

   હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને હીટ વેવ જેવા માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે 7 મી મેના રોજ મતદાન મથક ઉપર મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ્ ન પડે તે માટે 281 ઉપરાંત બુથ ઉપર છાયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથકો ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વૃદ્ધ અને અશકત મતદારો માટે બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સાથે દરેક બુથ ઉપર આરોગ્ય કર્મચારીઓ તેમજ 108 ની ટીમ પણ તૈનાત રહેશે ઓઆરએસ અને બેઝિક દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની પણ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *