– નાઇજરમાં શાસક મિલિટરી જૂન્ટાલે વૉશિંગ્ટને લોકશાહી સ્થાપવા અનુરોધ કરતાં જૂન્ટાએ યુ.એસ. ટ્રૂપ્સને દેશ છોડી દેવા હુક્મ કર્યો
નિયામ્યે, વૉશિંગ્ટન : અમેરિકાનાં સંરક્ષણ વિભાગના એક વિશિષ્ટ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે જે એરબેઝમાં અમેરિકન ટ્રૂપ્સ છાવણી નાખી રહ્યાં હતાં, તે ૧,૦૦૦ સૈનિકોને દેશ છોડી દેવાનો આદેશ અપાયો છે અને તેનાં સ્થાને એક સપ્તાહમાં જ રશિયન દળો પહોંચી જશે અને એરબેઝનો કબ્જો લઇ લેવાનાં છે.
બરોબર મધ્ય સહારામાં રહેલાં આ રાષ્ટ્રમાં લશ્કરી શાસન જ છે. તેને અમેરિકા સતત અનુરોધ કરતું રહ્યું છે કે તેમણે સત્તા છોડી દેશમાં લોકશાહી સરકાર સ્થાપવી જોઇએ. આ લશ્કરી જુન્ટાને પસંદ પડે તેમ જ ન હોવાથી તેણે અમેરિકા સાથે જ સંબંધો લગભગ કાપી નાખ્યા છે અને તેને પગલે તેણે અમેરિકન ટ્રૂપ્સને દેશ છોડી દેવા હુક્મ કર્યો છે. વાસ્તવમાં ગત વર્ષ સુધી નાઇજરમાં લોકશાહી સરકાર હતી તેને ઉથલાવી લશ્કરી જૂન્ટાએ સત્તા હાથમાં લઇ લીધી છે.
હજી ૧,૦૦૦ જેટલા અમેરિકન સૈનિકો પાટનગર નિયામ્યેમાં છે, તેઓ જવાની તૈયારી કરી રહ્યા છે. તેવામાં જ રશિયન ટ્રૂપ્સ વિમાન દ્વારા આવતા રહ્યાં છે. આથી પરિસ્થિતિ તેવી સર્જાઇ છે કે રશિયન અને અમેરિકન ટ્રૂપ્સ પરસ્પરથી માત્ર થોડાં અંતરે હોવા છતાં તેઓ એકબીજાનો જરા પણ સંપર્ક રાખતા નથી. વાત સહજ છે. યુક્રેન યુદ્ધને લીધે રશિયા અમેરિકાને ઉભા રહ્યું બનતું નથી.
દરમિયાન અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટેને કહ્યું હતું કે અમેરિકન દળો પાછાં ના ફરશે પરંતુ તેમનાં મોટાં લશ્કરી સાધનો ત્યાં રહી જવા સંભવ છે. કદાચ રશિયન તેનો કબ્જો લઇ પણ શકે.
ઉલ્લેખનીય છે કે માત્ર નાઇજરમાં જ નહીં, આફ્રિકાના અનેક દેશોમાં પશ્ચિમ વિરોધી જુવાળ ચાલે છે, કારણ કે પશ્ચિમના દેશોએ જ તેમને દાયકાઓ સુધી સદી દોઢ સદી સુધી ગુલામ રાખ્યા હતા. રશિયાએ હજી સુધીમાં કોઈ આફ્રિકન દેશને ગુલામ બનાવ્યો જ નથી. તેથી તેઓ રશિયા તરફ ઢળેલા છે. ફ્રેન્ચ ટ્રૂપ્સ હતાં, પરંતુ લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ બેઝૌનને સત્તા ભ્રષ્ટ કરી ગત જુલાઈનાં લશ્કરે સત્તા હસ્તગત કર્યા પછી સૌથી પહેલાં ૧૫૦૦ જેટલા ફ્રેન્ચ સૈનિકોને દેશ છોડી દેવા નાઇજરમાં જુન્ટાએ કહ્યું હતું તેઓ પણ દેશ છોડી ગયા, હવે અમેરિકન્સ છોડી રહ્યા છે. તે ખાલી જગ્યા રશિયન્સ ભરી રહ્યા છે.