અમદાવાદ,બુધવાર,1 મે,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે શહેરમાં
ત્રીસ લાખ વૃક્ષ રોપવાનો લક્ષ્યાંક નકકી કરાયો છે. શહેરને હરીયાળુ બનાવવા વોર્ડ
કક્ષાએ વૃક્ષારોપણની કામગીરી કરાવવા ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં
અભિયાનને સફળ બનાવવા સેન્ટ્રલ કોર કમિટિની રચના કરાઈ છે.
વર્ષ-૨૦૧૧-૧૨થી અમદાવાદના ગ્રીન કવર એરીયામાં વધારો કરવા
મિશન મિલીયન ટ્રી અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં
આવ્યો છે.આમ છતાં તેના ધાર્યા પરિણામ શહેરને મળી શકયા નથી.મ્યુનિસિપલ કમિશનર
એમ.થેન્નારસને અધિકારીઓ સાથેની એક બેઠકમાં મ્યુનિ.ના ડાયરેકટર પાર્કસ એન્ડ
ગાર્ડનને ત્યાં સુધી કહેવુ પડયુ હતુ કે,
તમે વૃક્ષારોપણના આંકડા રજુ કરો છો પરંતુ હું જયારે શહેરના વિવિધ વોર્ડમાં
રાઉન્ડ લઉ છુ ત્યારે રોડ ઉપર તમે બતાવો છો એ કરતા પણ ખુબ ઓછા વૃક્ષ જોવા મળે છે.આમ
કેમ ચાલશે? આ વર્ષે
અમદાવાદમાં થ્રી મિલીયન ટ્રી અભિયાન અભિયાનને સફળ બનાવવા બનાવવામા આવેલી સેન્ટ્રલ
કોર કમિટિમાં મ્યુનિ.કમિશનર ઉપરાંત ડેપ્યુટી મ્યુનિ.કમિશનરો, ડાયરેકટર પાર્કસ
એન્ડ ગાર્ડન, સીટી
ઈજનેર,ચીફ સીટી
પ્લાનર તથા એસ્ટેટ ઓફિસરનો સમાવેશ કરાયો છે.મ્યુનિ. નર્સરી દ્વારા પંદર લાખ રોપાની
તૈયારી કરી ઝોનની જરુર મુજબ પુરા પડાશે.બહારથી પણ રોપાની ખરીદી કરાશે.દર અઠવાડીયે
વૃક્ષા રોપણનો પ્રોગ્રેસ રીપોર્ટ મેળવાશે.ડીઝાઈન ગાર્ડન વિભાગ કરી આપશે.સો દિવસમાં
મિશનને પુરુ કરવા સોસાયટીઓમા સામૂહીક વૃક્ષારોપણ કરાશે.દર અઠવાડીયે દસ સોસાયટી
સાથે વૃક્ષારોપણને લઈ મિટીંગ કરી લોકોમાં
જાગૃતિ લવાશે.
છ વર્ષમાં
કયાં-કેટલુ પ્લાન્ટેશન કરાયુ
વર્ષ પ્લાન્ટેશન
૨૦૧૭ ૪૬૩૮૬
૨૦૧૮ ૮૪૮૪૯
૨૦૧૯ ૧૧૬૬૩૮૭
૨૦૨૦ ૧૦૧૩૮૫૬
૨૦૨૧ ૧૨૮૨૦૧૪
૨૦૨૨ ૨૦૭૫૪૩૧
વૃક્ષારોપણ પાછળ બે વર્ષમાં ૧૬ કરોડનો ખર્ચ
વર્ષ કુલ
ખર્ચ(કરોડમાં)
૨૦૨૧-૨૨ ૭.૩૯
૨૦૨૨-૨૩ ૯.૨