– દુલ્હનિયા સીરીઝની ત્રીજી ફિલ્મ બની રહી છે
– સની સંસ્કારી કી તુલસી કુમારીનું શૂટિંગ મુંબઈ, રાજસ્થાન ઉપરાંત વિદેશમાં થશે
મુંબઇ : વરુણ ધવન અને જાહ્વવી કપૂરની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં સાન્યા મલ્હોત્રાની પણ એન્ટ્રી થઈ છે. જોકે, તેની ભૂમિકા વિશે વધારે વિગતો મળી
જોકે, સાન્યા જાહ્વવીની સમાંતર હિરોઈન તરીકે હશે કે તે અન્ય ભૂમિકા ભજવસે તે હજુ જાણવા મળ્યું નથી. મૂળ વરુણ અને આલિયાની દુલ્હનિયાં સીરીઝના ત્રીજા ભાગ તરીકે આ ફિલ્મ બનાવાઈ રહી છે. નિર્માતા કરણ જોહરની ગોઠવણ અનુસાર જ ફિલ્મમાંથી આલિયાની બાદબાકી કરી તેની સ્થાને જાહ્વવીને કાસ્ટ કરવામાં આવી છે. હવે સાન્યા મલ્હોત્રાને પણ આ ફિલ્મથી મોટી તક મળી છે.
ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને રાજસ્થાન ઉપરાંત વિદેશમાં પણ થવાનું છે. આ રોમાન્ટિક કોમેડી હશે તેમ કહેવાય છે. ફિલ્મનું દિગ્દર્શક શશાંક ખૈતાન કરી રહ્યો છે.