Image: Facebook

T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024ને લઈને ચાહકોની નજર તમામ ટીમોની સ્કવોડ પર ટકેલી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાના સ્કવોડની જાહેરાત કરી શકે છે. તેના પહેલા વિશ્વભરના પૂર્વ ક્રિકેટર વર્લ્ડ કપ માટે પોત-પોતાની બેસ્ટ 15 સભ્યની ટીમની જાહેરાત કરી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં વેસ્ટઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ પણ પોતાની 15 સભ્યની ભારતીય ટીમ પસંદ કરી છે. બ્રાયન લારાએ પોતાની 15 સભ્યની ભારતીય ટીમમાંથી હાર્દિક પંડ્યાથી લઈને શુભમન ગિલ અને રિંકુ સિંહને બહાર કરી દીધા છે.

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓની સ્કવોડ જણાવી છે. જેનું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે. પોતાની ટીમમાં લારાએ યુવાન અને અનુભવી ખેલાડીઓને તક આપી છે. પોતાની ટીમમાં લારાએ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓને સામેલ કર્યાં છે.

એક અનકેપ્ડ ખેલાડીને પણ તક આપી

IPL 2024 માં લખનૌ સુપર જાયટન્ટ્સ માટે કમાલની બોલિંગ કરનાર યુવાન ઈનકેપ્ડ ખેલાડી મયંક યાદવને પણ બ્રાયન લારાએ પોતાની ભારતીય ટીમમાં સામેલ કર્યાં છે. મયંકે પોતાની રફ્તાર ભરી બોલિંગથી IPLમાં ખૂબ ઈમ્પ્રેસ કર્યાં છે. 

આ સિઝન મયંકે સૌથી ઝડપી બોલ પણ નાખ્યા છે. જોકે છેલ્લી અમુક મેચમાંથી ઈજાના કારણે મયંક ટીમથી બહાર છે પરંતુ હજુ પણ મયંક ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં સામેલ થવાનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. 

બ્રાયન લારા દ્વારા ટીમ ઈન્ડિયા પસંદ કરવામાં આવી 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, શિવમ દુબે, સંદીપ શર્મા, મયંક યાદવ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *