લીમખેડાની મોર્ડન સ્કૂલ ખાતે મતદાન શરૂ
ચૂંટણીમાં રોકાયેલા કર્મીઓ 1 મે સુધી પોસ્ટલ બેલેટથી કરી શકશે
તમામ સરકારી વિભિગોના કર્મચારીઓ આજથી પોસ્ટલ બેલેટ મારફ્તે મતદાનની શરૂઆત કરવામા આવી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન સાતમી મેના રોજ યોજાનારુ છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટ મારફ્તે કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામા આવી છે. ત્યારે આજથી 1લી મે સુધી દાહોદ લોકસભા બેઠક પર લીમખેડા વિધાનસભા મતવિસ્તારના પોલીસ વિભાગ સહિત અન્ય તમામ સરકારી વિભિગોના કર્મચારીઓ આજથી પોસ્ટલ બેલેટ મારફ્તે મતદાનની શરૂઆત કરવામા આવી છે.
લીમખેડા વિધાનસભા વિસ્તાર માટે મોર્ડન સ્કૂલ ખાતે બે ફેસીલીટશન સેન્ટર શરૂ કરવામા આવ્યાં છે. બંન્ને સેન્ટરો પર પ્રિસાઈંડિંગ ઓફ્સિર સહિત ચુંટણી સ્ટાફ્ની નિયુક્તિ કરવામા આવી છે. જેમા ફેસીલીટશન સેન્ટર-1 પર પોલીસ વિભિગના તેમજ અન્ય મળી કુલ 77 મતદારો મતદાન કરી શકશે. જ્યારે ફેસીલીટશન સેન્ટર નંબર-2 પર અન્ય તમામ સરકારી વિભાગમા ફરજ બજાવતા 673 જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. આજથી શરૂ થયેલ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા 1મીના સુધી સવારના 9:0 0 વાગ્યા થી સાંજના 5:0 0 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે, મતદાનનો સમય પુર્ણ થયા બાદ પોસ્ટલ બેલેટની મતપેટીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રુમમા રાખવામા આવશે.