– 3754 સ્કે. ફૂટમાં ફેલાયેલો આ બંગલાનું ભાડું મહિને 2.06 લાખ રૂપિયા આવશે

મુંબઇ : પ્રિયંકાએ ચોપરાએ પુણેના પોતાનો એક બંગલો ભાડા પર આપ્યો છે જેનું ભાડું તેને દર મહિને ૨.૦૬ લાખ રૂપિયા મલશે. ચોપરા ફેમિલિએ એક કો-લિવિંગ અન કો-વર્કિંગ કંપનીને  પોતાનો બંગલો ભાડે આપ્યો છે.

પ્રિયંકાની માતા મધુ ચોપરા અને ભાઇ સિદ્ધાર્થ ચોપરાએ કંપની સાથે ડીલ કરી છે. 

એક  રિપોર્ટના અનુસાર, પ્રિયંકા ચોપરાનો આ બંગલો ૨૧ માર્ચના રોજ રજિસ્ટર કરવામાં આવ્યો છે. 

આ બંગલા માટે ૬ લાખ રૂપિયા સિક્યોરિટી રૂપે જમા કરવામાં આવ્યા છે. 

ચોપરા ફેમિલીના આ બંગલો ૩૭૫૪ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. બંગલાનો ગ્રાઉન્ડ ફ્લોર ૨૧૮૦ અને બેસમેન્ટ એરિયા ૯૫૦ સ્કે. ફૂટ  છે. ઉપરાંત  ગાર્ડન એરિયા ૨૨૩૨ તેમજ પાર્કિંગ ૪૦૦ સ્કે. ફૂટમાં ફેલાયેલું છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાએ મુંબઇમાંના પોતાના બે પેંટ હાઉસ વેચી નાખ્યા છે. જે ઓશિવારા અને  મુંબઇના અંધેરીના લોખંડવાલા કોમ્પલેક્સમાં હતા. જેનો એકનો એરિયો ૨,૨૯૨ સ્કે. ફૂટ હતો જે રૂપિયા ૬ કરોડમાં વેચ્યો હતો. જ્યારે લોખંડવાલામાં એક કોમર્શિયલ પ્રોપર્ટી ગતી જે તેણે રૂપિયા ૭ કરોડમાં વેંચી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *