Image Source: Twitter

Ramayan: ડાયરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ સતત ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી મહત્વપૂર્ણ પાત્રમાં નજર આવશે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં નજર આવશે. ફિલ્મના સેટ પરથી અનેક કલાકારોની તસવીરો વાયરલ સામે આવી ચૂકી છે. બીજી તરફ હવે રણબીર અને સાઈ  પલ્લવીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.  આ તસવીરોમાં બંને સ્ટાર્સ ભગવાન રામ અને માતા સીતાની ભૂમિકામાં નજર આવી રહ્યા છે. 

ક્યાં થઈ રહ્યું શૂટિંગ તેની કોઈને જાણ નથી

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. જોકે, હજું સુધી કોઈને પણ એ નથી ખબર કે, શૂટિંગ ક્યાં થઈ રહ્યું છે. બીજી તરફ ફિલ્મમાંથી અનેક કલાકારોની તસવીરો સામે આવી ચૂકી છે. આ ફિલ્મમાં લારા દત્તા કૈકેયીનું પાત્ર ભજવી રહી છે તો બીજી તરફ ટીવીના રામ અરુણ ગોવિલ આ ફિલ્મમાં દશરથનું પાત્ર ભજવશે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. 

રામ-સીતાની તસવીરો વાયરલ

દશરથ અને કૈકેયી બાદ હવે ભગવાન રામ અને માતા સીતાની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. રામના રૂપમાં રણબીર અને સીતાની ભૂમિકામાં સાઈ ખૂબ જ સુંદર લાગી રહી છે. જોકે, હાલમાં આ તસવીરો અંગે કોઈ જાણકારી સામે નથી આવી. રણબીર કપૂર અને સાઈ પલ્લવીની આ તસવીર શૂટિંગ દરમિયાનની છે કે, પછી લુક ટેસ્ટની છે તે અંગે કોઈ માહિતી નથી મળી. સોશિયલ મીડિયા પર આ બંને કલાકારોની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *