સંતરામપુર વિધાનસભા બેઠક પર પુરુષોની સંખ્યા વધુ
મહિલા અને યુવા મતદારો પર રાજકીય પક્ષોની બાજ નઝર
ભારતભરમાં લોકસભા ચુંટણીઓનો ફ્વિર ચાલી રહ્યો
દાહોદ લોકસભા બેઠકની ચુંટણીને આડે હવે દસ દિવસ જ બાકી છે.ત્યારે હવે છેલ્લા તબક્કામાં મતદારોને રિઝવવાના તમામ પ્રયત્નો કરવામા આવશે.જેમાં મહિલા મતદારો કેન્દ્ર સ્થાને હોય છે.ત્યારે દાહોદ લોકસભા વિસ્તારની 7 વિધાનસભા પૈકી છ વિધાન સભામાં મહિલા મતદારો વધુ હોવાથી મહિલાઓનું પ્રભુત્વ રહેશે તે નિશ્ચિત છે.
ભારતભરમાં લોકસભા ચુંટણીઓનો ફ્વિર ચાલી રહ્યો છે.મતદાનના બે ચરણ પૂર્ણ થઈ ચુક્યા છે પરંતુ હજી બીજા પાંચ ચરણ બાકી છે.ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો પર ત્રીજા ચરણમાં આગામી તારીખ 7 મેના રોજ મતદાન થવાનુ છે ત્યારે દાહોદ લોકસભા બેઠકનો પણ તેમાં સમાવેશ થાય છે.ભારતમા કોઈ પણ રાજકીય પાર્ટી મુખ્યત્વે મહિલા અને યુવા મતદારોને આકર્ષવા શક્ય તેટલા તમામ પ્રયત્નો કરે છે અને તેથી જ કેન્દ્ર સરકારો તેમજ રાજ્ય સરકારો મહિલાઓ અને યુવાનો લક્ષી જ મહત્તમ યોજનાઓ બનાવે છે અને જાહેર કરે છે.હાલમાં જ સંપન્ન થયેલી મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં લાડલી બહેનો યોજનાને કારણે મહિલાઓએ સરકારને ફ્રીથી બહુમત અપાવ્યો હોવાનું જે તે સમયે રાજકીય પંડિતોનુ જ કહેવુ હતુ. ત્યારે હવે કેન્દ્ર સરકારની ચુંટણીઓમા પણ મહિલાઓ અને યુવાઓ કેન્દ્ર સ્થાને છે. દાહોદ લોકસભા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસ મહિલાઓ અને યુવાઓનુ પોતાના તરફે મતદાન થાય તેવા સોગઠાં ગોઠવી રહ્યા છે.તેમાંયે ભાજપે તો ચાલુ ચૂંટણીઓમાં જ મહિલા લક્ષી કાર્યક્રમો બુથે બુથે આપી દેતા મહિલાઓ સક્રિય દેખાઈ રહી છે.તેવા સમયે અંક ગણિતની દ્રષ્ટિએ જોવામા આવે તો દાહોદ લોકસભા વિસ્તારમાં મહિલા મતદારોનું પ્રભુત્વ વધારે હોવાનું જણાઈ આવે છે.કારણ કે સંતરામપુર સિવાયની દાહોદ જિલ્લાની તમામ છ વિધાનસભા બેઠકો પર મહિલા મતદારો પુરુષ મતદારો કરતાં વધારે નોંધાયેલા છે.જેથી ઘરની રસોઈની સ્વાદ મહિલાઓના હાથ અને કારીગરી પર હોય છે તેમ દાહોદ લોકસભાની ચૂંટણીઓમાં મહિલા મતદારો કોને હારનો અને કોને જીતનો સ્વાદ ચખાડશે તે આગામી તારીખ 4 જૂનના રોજ જાણી શકાશે તે નિશ્ચિત છે