દારૂ MP થી ઇનામી ગામે લઇ જવાતો હતો
રૂા. 1 લાખની કિંમતનો થ્રી વ્હીલ રેકડો મળી આવ્યો
કુલ રૂપિયા 1,53,760 ના મુદ્દામાલ સાથે રેકડાના ચાલકની અટકાયત

    મધ્યપ્રદેશમાંથી વિદેશી દારૂ ભરી ઝાલોદ તાલુકાના કાળી ગામ ઇનામી ગામના બુટલેગરને ત્યાં પહોંચતો કરવા જઈ રહેલ રેકડો દાહોદ તાલુકા પોલીસે વોચ દરમિયાન મોટી ખરજ ગામે બળિયાદ દેવના મંદિર પાસે રોડ પરથી ઝડપી પાડયો હતો. જેમાંથી રૂપિયા 53 હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, રૂા.1 લાખની કિંમતનો થ્રી વ્હીલ રેકડો મળી કુલ રૂપિયા1,53,760 ના મુદ્દામાલ સાથે રેકડાના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

    મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના કાકરાધરા ગામના સુનિલભાઈ મછારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના રિંગોલ ગામના માલ મસુરી ફ્ળિયાના જીતાભાઈ વાલુભાઈ વસુનિયાના GJ20U4903 નંબરના અતુલ ઓટો કંપનીના થ્રી વ્હીલ રેકડામાં વગર પાસ પરમીટે મધ્યપ્રદેશના દારૂના એક ઠેકા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરાવી ઝાલોદ તાલુકાના કાળીગામ ઇનામી ગામના બુટલેગર વીપીસિંગ ઉર્ફે વિપેશ રામસિંગભાઈ સંગાડાના ઘરે પહોંચતો કરવા મધ્ય પ્રદેશમાંથી રવાના કર્યો હોવાની ગુપ્ત બાતમી દાહોદ તાલુકા પોલીસને મળતા પોલીસે મોટી ખરજ ગામે બળિયાદેવના મંદિર પાસે રોડ પર મોડી રાતે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. અને તે દરમિયાન મોડી રાતના દોઢેક વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબરવાળો અતુલ શક્તિ કંપનીનો થ્રી વીલ રેકડો નજીક આવતા જ વોચમાં ઉભેલ દાહોદ તાલુકા પોલીસની ટીમે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. અને રેકડામાંથી પોલીસે તલાસી દરમિયાન રૂપિયા 53,760 ની કુલ કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ.384 પકડી પાડી કબ્જે લઈ સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા એક લાખની કિંમતના થ્રી વ્હીલ રેંકડા સહિત1,53,760 ના મુદ્દામાલ સાથે રેકડાના ચાલક દીધાભાઈ વાલુભાઈ વસુમિયાની અટકાયત કરી આ સંબંધે રેકડાના ચાલક સહિત ત્રણ જણા વિરુદ્ધ પ્રોહિનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *