– અભિનેતા નિર્માતા અને દિગ્દર્શકની હીરામંડીના પ્રીમિયરમાં જોવા મળ્યો
મુંબઇ : બુધવારે રાતના મુંબઇમાં સંજય લીલા ભણશાલીની વેબ સીરીઝ હીરામંડીનું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું. જેમાં બોલીવૂડના મોટા ભાગના સિતારાઓ જોવા મળ્યા હતા. આ દરમિયાન સલમાન ખાને એન્ટ્રી મારી ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું.હીરામંડીના પ્રીમિયરમાં સલમાનની એન્ટ્રીથી સલમાન અને ભણશાલી વચ્ચેની કડવાશ દૂર થઇ ગઇ હોવાનો લોકોને સંકેત મળ્યો છે. અભિનેતા એકદમ જ કુલ જણાતો હતો.
સલમાન ખાન અને સંજયલીલા ભણશાલીએ બ્લોકબસ્ટર ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ સાથે કરી હતી. આ પછી કદી આ જોડી રૂપેરી પડદે સાથે જોવા મળી નથી. તેનું કારણ સલમાન અને ઐશ્વર્યા રાય વચ્ચેની તકરાર હોવાનું મનાતું હતું. સલમાન સાથે ભણશાલીએ ૨૦૧૯માં ઇન્સાલ્લાહમાં સાથે કામ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ એ ફિલ્મ પણ હોલ્ડ પર ચાલી ગઇ. બન્નેની વચ્ચે ક્રિએટિવ ડિફરન્સિસ આવ્યા હોવાની વાત હતી અને ત્યારથી જ સલમાન અને ભણશાલી વચ્ચે કડવાશ થઇ ગયાની અટકળો હતી.
પરંતુ હવે સંજયલીલા ભણશાલીની વેબ સીરીઝમાં સલમાનની એન્ટ્રીથી લોકોને જણાઇ રહ્યું છે કે બન્ને વચ્ચેની કડવાશ દુર થઇ ગઇ છે. સલમાનની એન્ટ્રીની તસવીર ઇન્સ્ટાગ્રામ પર છવાઇ ગઇ હતી.