ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી
હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરી
રાજ્યમાંથી હથિયાર સપ્લાયને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી
અમદાવાદમાં ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી સામે આવી છે. જેમાં 25થી વધુ ગેરકાયદે હથિયાર કબ્જે કર્યા છે. તેમજ હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરી છે. તેમાં અન્ય રાજ્યમાંથી હથિયાર સપ્લાયને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર મામલે ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી
હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરાતા 25 પિસ્ટલ અને 90 કારતુસ સાથે 5ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુન્નાવર પાસેથી હથિયાર ગુજરાત સપ્લાય થતા હતા. તેમાં ટ્રાવેલ્સમાં ડ્રાઈવર સાથે સંડોવણી રાખી હથિયારની હેરાફેરી કરતા હતા. તેમાં સુરેન્દ્રનગર અને અમરેલીમાંથી હથિયાર કબ્જે કર્યા છે. આરોપી શિવમ MPથી ગુજરાતમાં હથિયાર લાવતો હતો. જેમાં શિવમ 30 હજારમાં હથિયાર લાવી 50 હજારમાં વેચતો હતો. નારોલ પાસેથી શિવમ, મનોજ પાસેથી 5 પિસ્તોલ જપ્ત કરાઇ છે. તપાસ કરતા 20 હથિયાર 3 મહિનામાં ગુજરાતમાં આપ્યા છે. તેમજ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાંથી પણ હથિયાર જપ્ત કરાયા છે. 4 આરોપી પાસેથી 20 હથિયાર, 70 કારતુસ કબજે કરાયા છે.
ગેરકાયદે હથિયારને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી
ગેરકાયદે હથિયારને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. 25થી વધુ ગેરકાયદે હથિયાર કબ્જે કર્યા છે. જેમાં હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાન મોદી મુલાકાતે આવશે. તે પહેલા અને સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. ગુજરાત એટીએસે શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપ્યો છે.
હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી
હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાનો હતો તે જાણવા એટીએસ તપાસ કરી રહી છે. હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા તે જાણવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 26 બેઠકો માટે મતદાન છે અને વડાપ્રધાન મોદીની પહેલી અને બીજી મેના રોજની મુલાકાત પહેલા શસ્ત્રોનો જંગી જથ્થો પકડાયો છે. તેના લીધે પોલીસ ચોંકી ઉઠી છે અને તેણે આ કિસ્સાની સઘન તપાસ આદરી દીધી છે.