Delhi Mayor Election : રાજધાની દિલ્હીમાં આવતીકાલે 26 એપ્રિલે યોજાનારી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાલ ટળી ગઈ છે. ઉપરાજ્યપાલ સચિવાલયના સત્રોના જણાવ્યા મુજબ કાલે યોજાનાર મેયરની ચૂંટણી ટાળી દેવાઈ છે. વાસ્તવમાં પ્રિસાઇડિંગ ઓફિસર (Presiding Officer)ની નિમણૂક મામલે પેચ ફસાતા દિલ્હી નગર નિગમ (MCD)ના મેયરની ચૂંટણી રદ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીની ભલામણ જરૂરી

સૂત્રોના જણાવ્યા મુજબ મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવા મુખ્યમંત્રી ભલામણ મોકલતા હોય છે, પરંતુ તેઓ હાલ જેલમાં બંધ છે. આવી સ્થિતિમાં ઉપરાજ્યપાલની કચેરીને પ્રિસાઇડિંગ ઓફિસરના નામનો પ્રસ્તાવ મળ્યો નથી. એવું કહેવાય છે કે, આ પરિસ્થિતિઓના કારણે ચૂંટણી ટાળવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. જ્યાં સુધી મેયરની ચૂંટણી નહીં યોજાય, ત્યાં સુધી વર્તમાન મેયર શૈલી ઓબેરૉય (Shelly Oberoi) જ કામકાજ સંભાળશે.

‘સરકારને પ્રિસાઇડિંગ ઓફિસરના નામની ફાઈલ મળી નથી’

દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે (Saurabh Bhardwaj) આ મુદ્દે કહ્યું હતું કે, દિલ્હીમાં આવતીકાલે મેયરની ચૂંટણી યોજાવાની છે, પરંતુ દિલ્હીની સરકારને હજુ સુધી પ્રિસાઇડિંગ ઓફિસરના નામની ફાઈલ મળી નથી. તેમણે આક્ષેપ કર્યો કે, ‘મુખ્ય સચિવે તેમને બાઈપાસ કરી ફાઈલ સીધા ઉપરાજ્ય પાસે મોકલી દીધી છે. તેમણે કહ્યું કે, મુખ્ય સચિવને જવાબ આપે કે, આખરે કંઈ કાયદાકીય જોગવાઈ ચૂંટાયેલી સરકારની અવગણના કરવાનો અધિકાર આપે છે?’ ઉલ્લેખનિય છે કે, ઉપરાજ્યપાલ દ્વારા જ પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. જોકે અગાઉના મેયર જ નવા મેયરની ચૂંટણી કરાવે છે, પરંતુ આ મામલે ઉપરાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી હોય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *