– લોકસભા ચૂંટણીમાં આગામી 8 મી મેના રોજ મતદાન
– ભાવનગર જિલ્લાની 5 વિધાનસભા સીટના 13.62 લાખ અને બોટાદ જિલ્લાની બે વિધાનસભા સીટના 5.54 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
ભાવનગર સંસદીય મત વિભાગમાં કુલ સાત વિધાનસભા મત વિભાગોનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગર જિલ્લાના તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ સહિત પાંચ વિધાનસભા મત વિભાગનો જ્યારે બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદ એમ બે વિધાનસભા મત વિભાગનો સમાવેશ થાય છે.
આ તમામ સાત વિધાનસભા મત વિભાગોમાં ૯,૯૩,૯૨૦ પુરૂષ મતદાર અને ૯,૨૨,૯૪૦ મહિલા મતદાર સહિત કુલ ૧૯,૧૬,૯૦૦ મતદાર છે. જેમાં ભાવનગર જિલ્લાના પાંચ મત વિભાગમાં ૭,૦૫,૦૯૪ પુરૂષ મતદાર જ્યારે ૬,૫૭,૫૦૭ મહિલા મતદાર છે. આમ, કુલ મળીને ૧૩,૬૨, ૬૩૫ મતદાર છે. જ્યારે બોટાદ જિલ્લાના બંને મત વિભાગમાં ૨,૮૮,૮૨૬ પુરૂષ મતદાર જ્યારે ૨,૬૫,૪૩૩ મહિલા મતદાર છે. આમ, કુલ મળીને ૫,૫૪,૨૬૫ મતદાર છે.
લોકસભા ચૂંટણી માટે દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ભાવનગર સહિત ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં આગામી તા. ૭ મેના રોજ મતદાન થશે. જે અંતર્ગત ભાવનગર સંસદીય મત વિભાગમાં ૧૯,૧૬,૯૦૦ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું મહાપર્વ ઉજવશે.