Russia vs Ukrain War Updates | યુક્રેન પર આક્રમણ બાદ પ્રતિકારનો સામનો કરી રહેલા રશિયાએ કર્ણના કવચ જેવું હથિયાર વિકસાવ્યું છે. રશિયન આર્મી માટે બ્રહ્માસ્ત્ર સમાન આ હથિયાર કોઈપણ ફાઈટર જેટ, હાઈપર સોનિક મિસાઈલ અને અંતરીક્ષમાં હાજર સેટેલાઈટ્સને ધ્વસ્ત કરવા સક્ષમ છે. 

રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ સોયગૂએ દુનિયાની સૌથી આધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૫૦૦ પ્રોમેટે વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ ડિફેન્સ સિસ્ટમ લાંબી રેન્જની એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ્સ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. તેનું નામ ગ્રીસના પ્રાચીન અગ્નિદેવતા પ્રોમેથિયસ પરથી રાખવામાં આવ્યું છે. 

એસ-૫૦૦ને કોઈપણ વિસ્તારમાં આસાનીથી તેનાત કરી શકાય છે. આ સિસ્ટમની ટારગેટ રેન્જ ૬૦૦ કિમીની છે. તે લગભગ ૮૦૦ કિમી દૂરથી પોતાના ટારગેટની ઓળખ કરી શકે છે. આ મિસાઈલ સિસ્ટમ એક સાથે અલગ અલગ પ્રકારના ૧૦ ટારગેટને ધ્વસ્ત કરી શકે છે. તેમાં લાગેલી મિસાઈલ ૨૫,૨૦૦ કિમી પ્રતિકલાકની સ્પીડથી હુમલો કરવા સક્ષમ છે. 

એસ- ૫૦૦માં લાગેલી મિસાઈલ સિસ્ટમ ટારગેટ તરફ જતી વખતે પોતાની દિશા બદલી શકે છે. આ મિસાઈલ સિસ્ટમને રશિયાના જૂના એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦, એસ-૩૦૦વીએમ૪, એસ-૩૫૦ અને અન્ય સિસ્ટમનું નવું વર્ઝન કહી શકાય છે. તેમાં લાગેલી મિસાઈલ્સ અંતરીક્ષ સુધી હુમલો કરી શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *