KBC 16: સોની ટીવીનો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ ઘણાં સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોનું ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. ‘KBC’ની અત્યાર સુધી 15 સિઝન આવી ચૂકી છે. દર વર્ષની જેમ આ વખતે પણ દર્શકો તેની આગામી સિઝનની રાહ જોઈ રહ્યા છે જે ટૂંક સમયમાં આવી રહી છે. મેકર્સે તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની 16મી સિઝનની જાહેરાત કરી હતી.
રજિસ્ટ્રે્શન 26મી એપ્રિલથી શરૂ
મેકર્સે તાજેતરમાં એક વીડિયો શેર કરીને KBC 16ની જાહેરાત કરી હતી. શો માટે રજિસ્ટ્રે્શન 26 એપ્રિલથી શરૂ થશે. આ દરમિયાન, અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે બિગ બીએ લખ્યું છે- મારી કારમાં કામ પર ગયો હતો, મારી રૂપરેખા લોકોની જવાબદારીના કારણે હતી. નવી સિઝનની રમત થવાની છે, તમારા પરિવાર માટે સ્નેહ અને પ્રેમ જાળવી રાખો. બિગ બીએ વધુમાં જણાવ્યું કે તેમનું નોન-સ્ટોપ શેડ્યૂલ 9 વાગ્યાથી શરૂ થાય છે અને કોઈ પણ વિરામ વિના 5 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ પછી તે લંચ ખાય છે.
બિગ બીના બ્લોગની પ્રથમ તસવીરમાં બિગ બી કેઝ્યુઅલ આઉટફિટમાં કારમાંથી બહાર આવતા દેખાઇ રહ્યાં છે. આગળની તસવીરમાં, મેગાસ્ટાર ફોર્મલ બ્લેક સૂટમાં જોવા મળે છે. આ દરમિયાન તે કેબીસીના સેટ પર એન્ટ્રી કરતા જોવા મળે છે. આગળની તસવીરમાં, બિગ બી તેમના ચાહકોને હાથ જોડીને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે.
ટીવી પર ‘KBC 16’ ક્યારે આવશે?
તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ માટે રજિસ્ટ્રે્શન 26 એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે. KBC 16 ક્યારે શરૂ થશે હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી.