અમદાવાદ,બુધવાર,3 એપ્રિલ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જળસંચય અભિયાનનો ફિયાસ્કો
થવા પામ્યો છે.મ્યુનિ.તંત્રે જે સોસાયટી વરસાદી પાણીનો સંગ્રહ કરવા પરકોલેટીંગ વેલ
બનાવવા સહમત થાય અને કુલ ખર્ચના વીસ ટકા રકમ ભરે ત્યાં પરકોલેટીંગ વેલ બનાવવા
યોજના જાહેર કરી હતી.શહેરભરમાંથી માત્ર ૪૦ સોસાયટીઓએ પરકોલેટીંગ વેલ બનાવવા અરજી
કરી છે.હાલમાં માત્ર ત્રણ સોસાયટીમાં કામગીરી પુરી કરાઈ છે.આવેલી અરજી પૈકી પંદર
સોસાયટીઓએ વીસ ટકા મુજબ ફાળાની રકમ મ્યુનિ.તંત્રમાં જમા કરાવી નથી.પૂર્વ ઝોનમાંથી
પરકોલેટીંગ વેલ બનાવવા સૌથી વધુ સત્તર અરજી તંત્રને મળી છે.
જળસંચય અભિયાન હેઠળ મ્યુનિ.તંત્રે ૮૦-૨૦ યોજના હેઠળ ૪૮
વોર્ડમાં આવેલી સોસાયટીઓને વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય એ માટે પરકોલેટીંગ વેલ
બનાવવા આવાહન કર્યુ હતુ.એક પરકોલેટીંગ વેલ બનાવવા અંદાજે રુપિયા ૨.૬૫ લાખનો ખર્ચ
થાય છે.સહમતિ આપનાર સોસાયટીએ કુલ ખર્ચના વીસ ટકા એટલે કે રુપિયા બાવન હજાર ફાળા
પેટે મ્યુનિ.તંત્રમાં જમા કરવાની થાય.આમ છતાં તંત્રને પરકોલેટીંગવેલ બનાવવા માત્ર
ચાલીસ અરજી મળી છે.તંત્ર તરફથી ચાર સોસાયટીમાં પરકોલેટીંગવેલ બનાવવાની કામગીરી
ચાલી રહી છે.૧૮ સોસાયટીઓમાં પરકોલેટીંગવેલ બનાવવા અંગે અંદાજ બનાવવા અને ટેન્ડરની
પ્રક્રીયા તંત્ર તરફથી કરવામાં આવી છે.
ઝોન મુજબ પરકોલેટીંગ વેલની કેટલી અરજી?
ઝોન મળેલી અરજી
પશ્ચિમ ૦૨
દક્ષિણ ૦૬
પૂર્વ ૧૭
ઉ.પ. ૧૫
આઠ વર્ષ અગાઉ મ્યુનિ.એ ૧૨૦૯ બિલ્ડિંગને પરકોલેટીંગ વેલને લઈ
નોટિસ ફટકારી હતી
ગુજરાત સરકારના જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એટલે કે
જી.ડી.સી.આર.ની જોગવાઈ મુજબ,
કોઈપણ બિલ્ડિંગને બિલ્ડિંગ યુઝ પરમીશન આપતી વખતે જો પરકોલેટીંગ વેલ બનાવવામાં
આવ્યો ના હોય તો બી.યુ.આપવી નહીં.
વર્ષ-૨૦૧૮માં મ્યુનિ.તંત્રે અમદાવાદના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૭૩૦
બિલ્ડિંગ મળીને કુલ ૧૨૦૯ બિલ્ડિંગને પરકોલેટીંગ વેલ ના હોવાના મુદ્દે નોટિસ ફટકારી
હતી.
અમદાવાદમાં ઝોન મુજબ કેટલા પરકોલેટીંગ વેલ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૧૮-૧૯માં
શહેરના વિવિધ ઝોનના વોર્ડ વિસ્તારમાં પરકોલેટીંગ વેલને લઈ સર્વે કરવામાં આવ્યો
હતો.જે બાદ જાહેર કરવામાં આવેલા ઝોન મુજબ પરકોલેટીંગ વેલની સંખ્યા આ મુજબ હતી.
ઝોન પરકોલેટીંગ
વેલ
ઉત્તર ૬૩
પશ્ચિમ ૩૬૭
ન્યુ.વેસ્ટ ૩૬૩
મધ્ય ૯૧
દક્ષિણ ૭૫
પૂર્વ ૨૫૦