Image Source: Twitter

Ind vs Pak: ક્રિકેટ લવર ભારત અને પાકિસ્તાનના મુકાબલાની આતુરતાથી રાહ જોતા હોઈ છે. ઘણા વર્ષોથી બંને વચ્ચે કોઈ સીરિઝ નથી રમાઈ. આવી સ્થિતિમાં થોડા દિવસ પહેલા જ્યારે રોહિત શર્માને પાકિસ્તાન સાથે સીરિઝ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે રોહિત શર્માનો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો હતો. હવે PCBએ રોહિતના આ નિવેદન પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

PCB ચીફે શું કહ્યું?

PCB ચીફ મોહસિન નકવીએ રોહિતના આ નિવેદન પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. જ્યારે પત્રકારોએ નકવીને રોહિત શર્માના નિવેદન પર તેમનો અભિપ્રાય પૂછ્યો તો તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના વખાણ કર્યા. તેણે એમ પણ કહ્યું હતું કે, બંને ટીમો માટે વિદેશમાં ટેસ્ટ મેચ રમવી ખૂબ જ શાનદાર રહેશે. પીસીબી ચીફ મોહસિન નકવીએ કહ્યું કે, જો આ અંગે કોઈ વિકલ્પ આવશે તો અમે તેના પર વિચાર કરીશું.

તેમણે આગળ કહ્યું કે, અત્યારે અમારું લક્ષ્ય ચેમ્પિયન ટ્રોફીની યજમાની કરવાનું છે અને પહેલા ભારતને ટૂર્નામેન્ટ માટે આવવા દેવાનો છે. હાલમાં ચેમ્પિયન ટ્રોફી સુધી સમય નથી. કારણ કે અમારી ટીમનો પ્રવાસ ફિક્સ છે.

રોહિતનું શર્માનું નિવેદન

તાજેતરમાં જ રોહિત શર્માને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયમિત રીતે મેચ હોવી એ ટેસ્ટ ક્રિકેટ માટે ફાયદાકારક રહેશે? આના પર રોહિતે જવાબ આપ્યો હતો કે, હું માનું છું કે તે સારી ટીમ છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ટેસ્ટ 2007-08માં રમાઈ હતી. હું પાકિસ્તાન સામે રમવાનું પસંદ કરીશ. બંને ટીમો વચ્ચે શાનદાર મુકાબલો થાય છે. અમે તેની સામે ICC ટૂર્નામેન્ટમાં રમીએ છીએ. તેની સામે નિયમિતપણે ક્રિકેટ રમવાનું પસંદ કરીશ. 

ભારત vs પાકિસ્તાન ODI હેડ ટૂ હેડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 135 મેચ રમાઈ ચૂકી છે. તેમાંથી ભારતે 57 વખત જીત મેળવી છે જ્યારે પાકિસ્તાને 73 વખત જીત મેળવી છે. પાંચ વખત એવું બન્યું છે જ્યારે મેચનું કોઈ પરિણામ નથી આવ્યું. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *