અમદાવાદ,સોમવાર
અમાવાદમાં મણિનગર અને મેઘાણીનગર સહિતના રેલવે ક્રોેસિંગ પાસે પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં લોકોના મોત નીપજવાના બનાવો વધી રહ્યા છે. બે દિવસ પહેલા મેઘાણીનગરમાં રહેતા આધેડ મેઘાણીનગરમાં આવેલા ઓેમનગર રેલવે ક્રોસિંગ પાસે પાટા ઓળંગતા હતા આ સમયે અચાનક ટ્રેન આવી જતાં તેની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓમનગર નજીક રેલવે ક્રોસિંગ પાસે આડેધ પાટા ક્રોસ કરતી વખતે ધસમસતી ટ્રેનની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થયા હતા
આ કેસની વિગત એવી છે કે મેઘાણીનગર વિસ્તારમાં રહેતા આધેડ તા. ૨૦ના રોજ રાતના ૮ વાગે મેઘાણીનગર વિસ્તારમાં ઓમનગર નજીક રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતા હતા આ સમયે અચાનક ટ્રેન આવી જતાં તેઓ ટ્રેનની અડફેટે આવી જતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેઓને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓનું સારવાર દરમિયાન આજે સવારે પાંચ વાગે મોત થયું હતું. આ ઘટના અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેનીય છે કે અમદાવાદમાં મણિનગર, મેઘાણીનગર સહિતના રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન આવતા પહેલા ફાટક બંધ કરતી વખતે અને ફાટક ખોલતી વખતે ટ્રાફિક પણ ચક્કાજામ થઇ જતો હોય છે આ સમયે લોકો આવતા જતા પડાપડી કરતો હોવાથી ક્યારેક ટ્રેન નીચે આવી જતાં મોત પણ થતું હોય છે.