અમદાવાદ,મંગળવાર,23
એપ્રિલ,2024
બાર હજાર કરોડથી વધુનુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ
મ્યુનિ.ના શાસકો તથા વહીવટી તંત્ર અવારનવાર મેગાસિટી અને સ્માર્ટ સિટીની દુહાઈ આપે
છે.કડવી વાસ્તવિકતા એ છે કે,એક
વર્ષમાં શહેરના ૪૮ વોર્ડમાંથી પાણીના પોલ્યુશન અંગેની ૩૩૧૩૯ ફરિયાદ મ્યુનિસિપલ
વહીવટીતંત્રને મળી છે.પાણીમાં પોલ્યુશન આવવા અંગેની સૌથી વધુ ફરિયાદ ખાડીયામાંથી
૨૨૫૫,સરસપુરમાંથી
૨૦૨૭ ઉપરાંત નવાવાડજમાંથી ૧૮૧૦ તથા દાણીલીમડા વોર્ડમાંથી ૧૨૭૭ ફરિયાદ એક વર્ષ
દરમિયાન તંત્રને મળી હતી.લિવેબલ સિટી જેવા સ્લોગન અપાય છે.પરંતુ શહેરીજનોને એક
ટાઈમ પીવાનુ શુધ્ધ પાણી પણ વહીવટીતંત્ર કે સત્તાધારી પક્ષ આપી શકતા નથી.
અમદાવાદમાં પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદોની સાથે પાણીજન્ય
રોગના કેસમા પણ વધારો થઈ રહયો છે.ઝાડા ઉલટી,કમળો તથા
ટાઈફોઈડની સાથે કોલેરાના પણ એપ્રિલ મહિનામા તેર કેસ નોંધાઈ ગયા છે.મ્યુનિસિપલ
વહીવટી તંત્ર તરફથી દર વર્ષે પાણીમા પોલ્યુશન આવવા અંગે મળતી ફરિયાદનો ઉકેલ લાવવા
લાખ્ખો રુપિયાનો ખર્ચ કરવામા આવે છે.આમ છતાં જે સ્પોટ ઉપરથી પાણીમા પોલ્યુશન આવવા
અંગેની ફરિયાદ તંત્રને મળી હોય એ જ સ્થળે અમુક દિવસ બાદ ફરી પાણીમા પોલ્યુશન આવવા
અંગેની ફરિયાદ તંત્રને મળતી હોય છે.કોટ વિસ્તાર સહિત મધ્યઝોનના છ વોર્ડમાં વર્ષો
જુની પાણી અને ડ્રેનેજની લાઈન બદલવાની છેલ્લા બે વર્ષથી એકની એક વાત વહીવટીતંત્ર
અને શાસકપક્ષ દ્વારા કરાઈરહી છે.થોડા દિવસ અગાઉ રુપિયા ૩૩૩ કરોડના ખર્ચે મધ્યઝોનના
છ વોર્ડમાં પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા ટેન્ડર કરાશે એવી જાહેરાત કરાઈ
છે.વાસ્તવિકતા એ છે કે, આ
જાહેરાત વર્ષ-૨૦૨૩-૨૪ના વાર્ષિક બજેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી
હતી.વહીવટીતંત્ર અને મ્યુનિ.ના સત્તાધારી પક્ષ વચ્ચે ચાલતી ઉંદર-બિલાડીની રમતમાં
સિત્તેર લાખથી વધુ શહેરીજનોને પીવાનુ પાણી શુધ્ધ મળી શકતુ નથી એ હકીકત છે.દર વર્ષે
પાણી તથા ડ્રેનેજ કામગીરી પાછળ કરવામા આવતા કરોડો રુપિયાના આયોજન કાગળ ઉપર કરવામા
આવતા હોવાની બાબત શહેરીજનોમા ચર્ચાનો વિષય બનવા પામી છે.
ઝોન મુજબ પાણીના પોલ્યુશનની એક વર્ષમાં કેટલી ફરિયાદ
ઝોન કુલ ફરિયાદ
મધ્ય ૮૪૦૪
પશ્ચિમ ૫૬૪૭
ઉ.પ. ૧૧૯૪
દ.પ. ૯૫૯
પૂર્વ ૩૬૩૧
દક્ષિણ ૫૯૭૪
ઉત્તર ૭૩૩૦
૨૪ કલાક પાણી તો ના મળ્યુ,એક ટાઈમ પાણી નહીં મળવાની ૩૩ હજાર ફરિયાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો વર્ષ-૨૦૧૩-૧૪થી
શહેરને ૨૪ કલાક પાણી આપવાની ગુલબાંગ હાંકી રહયા છે.૨૪ કલાક પાણી તો શહેરને આપી ના
શકયા પણ એક વર્ષના સમયમાં એક ટાઈમ પાણી નહીં મળવાની સાત ઝોનમાંથી ૩૩ હજારથી વધુ
ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી હતી.
ઝોન કુલ ફરિયાદ
મધ્ય ૫૨૭૯
પશ્ચિમ ૮૮૪૮
ઉ.પ. ૬૬૮૯
દ.પ. ૨૩૯૪
પૂર્વ ૩૪૯૨
દક્ષિણ ૫૨૮૩
ઉત્તર ૪૩૧૭
મધ્ય ૮૪૦૪
પશ્ચિમ ૫૬૪૭
ઉ.પ. ૧૧૯૪
દ.પ. ૯૫૯
પૂર્વ ૩૬૩૧
દક્ષિણ ૫૯૭૪
ઉત્તર ૭૩૩૦