– બીગ બીનો વધુ એક પ્રોપર્ટી સોદો
– અનુષ્કા-દીપિકા, શાહરૂખ સહિતના અનેક કલાકારોની અહીં પ્રોપર્ટી છે
મુંબઇ : મુંબઈ નજીકનાં અલીબાગમાં હવે અમિતાભ બચ્ચને પણ એક પ્રોપર્ટી ખરીદી છે. તેણે અહીં આશરે દસ કરોડ રુપિયામાં જમીન ખરીદી છે. અમિતાભે અહીં ૨૦ એકરનો એક પ્લોટ ખરીદ્યો હોવાનું જાણવા મળે છે. અગાઉ અમિતાભે અયોધ્યામાં પણ એક ટાઉનશિપમાં ફલેટ ખરીદ્યો હતો. જોકે, અમિતાભે આ ટાઉનશિપ બનાવી રહેલી રિયલ એસ્ટેટ કંપની સાથે એન્ડોર્સમેન્ટના ભાગ રુપે જ આ ડીલ કરી હોવાનું કહેવાતું હતું .અલીબાગમાં પણ તેના જમીન સોદા બાબતે આવી જ કોઈ એન્ડોર્સમેન્ટ ડીલ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, ત સિવાય પણ અમિતાભ પ્રોપર્ટીમાં બહુ મોટાપાયે રોકાણો કરે છે. તેણે તાજેરમાં અંધેરીમાં કેટલાક ફલેટ્સ તથા કમર્શિઅલ સ્પેસમાં પણ રોકાણ કર્યું છે.
અલીબાગ નવું સેલેબ ટાઉન બની ગયું છે. અગાઉ અહીં રણવીર અને દીપિકા, વિરાટ અને અનુષ્કા, શાહરુખ ખાન સહિતના કલાકારો પણ પ્રોપર્ટી ખરીદી ચૂક્યા છે. આ કલાકારો વીક એન્ડ કે અન્ય ફેસ્ટિવલ મનાવવા માટે તેમના અલીબાગના ફાર્મ હાઉસમાં નિયમિત જતા હોય છે.