– કોઈ મોટા સ્ટારને કાસ્ટ નહીં કરાય
– ફિલ્મ 2020ના સીએએ વિરોધી આંદોલનની હિંસા પર આધારિત હશે
મુંબઈ : વિવેક અગ્નિહોત્રીની ‘દિલ્હી ફાઈલ્સ’ ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ કરાશે. આ ફિલ્મ ૨૦૨૦માં સીએએ વિરોધી આંદોલન પર આધારિત હોવાનું કહેવાય છે. વિવેક અગ્નિહોત્રી અગાઉ ‘કાશ્મીર ફાઈલ્સ ‘ તથા ‘વેક્સિન વોર’ જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે. જોકે, ‘કાશ્મીર ફાઈલ્સ’ સુપરહિટ થઈ હતી તેની સામે ‘વેક્સિન વોર’ સદંતર ફલોપ પુરવાર થઈ હતી. વિવેક અગ્નિહોત્રીએ ગયાં વર્ષે આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ત્યારે તે ૨૦૨૦૪માં રીલિઝ થઈ જશે એમ કહ્યું હતું પરંતુ હવે તેની નવી જાહેરાત અનુસાર આ ફિલ્મ ૨૦૨૫માં રીલિઝ કરાશે. તેણે ફિલ્મની સ્ટોરી લાઈન પ્રગટ કરી નથી પરંતુ તે ૨૦૨૦ના દિલ્હીમાં સીએએ વિરોધી આંદોલન થયું તે વખતે સર્જાયેલી હિંસાને લગતી હશે તેમ મનાય છે.