નળ અને દમયંતી અહિંયા રોકાયા હોવાની લોકવાયકા
બાધા રાખવા અને છોડવા ઢોલ વાજા સાથે આવતા શ્રધાળુંઓ
ગુફા અત્યારે પાણીમાં ડૂબી ગઈ હોવાથી જોઈ શકાતી નથી
ધાનપુર તાલુકાના નડેશ્વર મહાદેવ મંદિરે આમલી અગિયારસ નિમતે શ્રધાળુંઓનું ઘોડાપૂર મળ્યું હતું. તેમજ આમલી અગિયારસથી હોળીની ઉજવણી તેમજ હોળીના ઢોલ પણ ઢબૂકતા થઈ ગયા છે. જ્યારે આમલી અગિયારસ એ નળેશ્વર મહાદેવ મંદિર પર વિશેષ આસ્થા ધરાવતા શ્રધાળુંળુઓ મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શનનો લહાવો લઈ પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય છે નડેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક લોકવાયકા મુજબ સંસ્કૃત નવલકથા નળ અને દમયંતી અહીંયા રોકાયા હોવાની લોકવાયકા સાથે જોડાયેલું આ મહાદેવનું મંદિર છે અને નળ અને દમયંતી દ્વારા સ્થાપિત આ શિવલિંગ હોવાની લોકવાર્તા પ્રચલિત છે. એટલું જ નહીં આ ડુંગરના ગર્ભ ગૃહ નીચે આ મંદિર હતું. પરંતુ ડેમ બનતા આ મંદિરની મૂર્તિને ઉપર લઈ જવામાં આવી હતી.
જેથી નીચે જે ગુફા આવેલી છે તે ગુફા અત્યારે પાણીમાં ડૂબી ગઈ હોવાથી જોઈ શકાતી નથી. પરંતુ તેમાં આ મંદિરની સ્થાપના હતી ત્યારે ભક્તો માટે વિશેષ શ્રાદ્ધા નું સ્થાન ધરાવતું આ મહાદેવનું શિવલિંગ દૂર દૂરથી લોકો પોતાની માનતા બાધા આંખડી લેવા તેમજ તેને છોડવા માટે ઢોલ વાજા સાથે આવે છે. ધાનપુર તાલુકામાં અદલવાડા સિંચાઈ ડેમના ડુંગરની ટોચ પર બિરાજમાન નળેશ્વર મહાદેવ મંદિર આમલી અગિયારસ ખૂબ મોટી સંખ્યામાં દેવગઢબારિયા, લીમખેડા અન્ય તાલુકાઓમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો વિશેષ દર્શનાર્થે આવતા હોય છે.