Image : Freepik 

Indian Students Died in US | અમેરિકાની જાણીતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીએ ભારતમાં પ્રતિબંધિત એવી બ્લુ વ્હેલ ગેમ રમતાં રમતાં આત્મહત્યા કરી લીધી છે. એક રિપોર્ટ મુજબ યુનિવર્સિટી ઓફ મેસાચ્યુસેટ્સમાં પહેલા વર્ષના વિદ્યાર્થીના મોતને પહેલા હત્યા માનવામાં આવી હતી. તેનો મૃતદેહ જંગલમાં એક કારમાંથી મળી આવ્યો હતો. આ ઘટના માર્ચ મહિનામાં બની હતી.

તપાસ બાદ સામે આવ્યું કે તેણે ખતરનાક ગેમ રમ્યા બાદ આપઘાત કરી લીધો હતો. બ્લૂ વ્હેલ ગેમ એક ઓનલાઈન ગેમ છે. જેમાં રમનારને એક ચેલેન્જ આપવામાં આવે છે. આ ગેમમાં 50 થી વધુ લેવલ હોય છે. લેવલ આગળ જતાં મુશ્કેલ બનતાં હોય છે. આ ગેમમાં શરીરને નુકસાન પહોંચાડનારા ચેલેન્જ આપવામાં આવે છે. વર્ષ 2017 માં ભારતમાં એડવાઈઝરી જાહેર કરાઈ હતી જેમાં કહેવાયું હતું કે આ ગેમથી દૂર રહેવું જોઈએ. 

બ્રિસ્ટલ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટોર્નીના પ્રવક્તા ગ્રેગ મિલિયટે કહ્યું કે અમે આ મામલે તપાસ કરી છે અને આ એક આપઘાતનો કેસ હોવાનું સામે આવ્યું છે. પહેલા આ એક હત્યાનો મામલો સમજવામાં આવી રહ્યો હતો. જોકે હવે મેડિકલ એક્ઝામિનરોના ફાઈનલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. મૃતક ફક્ત 20 વર્ષનો જ છે. તેના પરિવારજનોની વિનંતીના પગલે અમે મૃતકની ઓળખ જાહેર કરી નથી. આ ઘટના 8 માર્ચે બની હતી.     

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *