New Startup | વૃક્ષ છાયડો આપે છે અને ઓકિસજન આપે છે. વૃક્ષો વગરના જીવનની કલ્પના કરી શકતી નથી.જંગલ સફારી અને લીલોતરીમાં ફરવું જીવનનો યાદગાર અનુભવ બની જાય છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે બેંગ્લોરના કબ્બનપાર્કમાં વૃક્ષને ભેટવા માટે ૧૫૦૦ રુપિયા ચુકવવી પડે છે.
પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી એક કંપનીએ ફોરેસ્ટ બાથિંગ એકસપેરિયન્સ નામનો એક કાર્યક્રમ શરુ કર્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે જંગલો હિલિંગનું કામ કરે છે. શહેરમાં રોજીંદુ જીવન ખૂબજ તણાવભરેલું છે.પ્રકૃતિ સાથે જોડવા માટે, સમર્પિત થવા માટે અને શોરબકોરથી દુર સમય પસાર કરવો પડકારજનક બની ગયું છે. શિન્રિન યોકુ નામની ફોરેસ્ટ બાથ એક જાપાની કળા છે. જંગલની ભાવપૂર્ણ સફર કરાવે છે. ફોરેસ્ટ બાથ અસલમાં જારાની પરંપરા શિનરિન યોકૂ છે જેમાં પ્રકૃતિ સાથે આરામ ફરમાવવાની વાત છે.
આ અંગેની માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં ફોરેસ્ટ બાથિંગની ટિકિટ ૧૫૦૦ રુપિયામાં બુક કરી શકાય છે તેમ જણાવાયું છે. કેટલાક લોકો આ ઓફરને બનાવટી ગણાવી રહયા છે. કેટલાકે પ્રાચીન પરંપરાઓને નાણા કમાવાનું સાધન બનાવવાની ટીકા કરી રહયા છે. વાયરલ સ્કિનશોટને નવા પ્રકારની ઠગાઇ ગણાવી રહયા છે. કેટલાકે એવું પણ ટાંકયું કે બેંગ્લોરના કબ્બનપાર્કમાં એન્ટ્રી ફી છે એમાં કોઇ ચાર્જ લેવાતો નથી તો પછી આ જાહેરાત કયાથી આવી ?