– અભિનેત્રીએ  સાજિદ નડિયાદવાળાની  મુલાકાત કરતાં જ ચર્ચા

મુંબઇ : સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદર હાલ ચર્ચામાં છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, કિયારા અડવાણીની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ ગઇ છે.જોકે ફિલ્મસર્જકે સત્તાવાર ઘોષણા કરી નથી. 

વાત એમ બની છે કે, કિયારા અડવાણીને હાલમાં જ સાજિદ નડિયાદવાળાની ઓફિસમાંથી નીકળતા જોવા મળી હતી.

 જેથી અટકળ થઇ રહી છે કે, કિયારા સલમાન સાથે ફિલ્મ સિકંદરમાં જોડી જમાવાની છે. પાપારાત્ઝીઓએ કિયારાને સાજિદ નડિયાદવાળાની ઓફિસ પાસે જોતાં જ વીડિયો ક્લિક કર્યો હતો અને રિપોર્ટમાં  દાવો કરવામાં આવ્યો હતો કે સિકંદરમાં કિયારા મુખ્ય અભિનેત્રી તરીકેજોવા મલશે. 

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની સિકંદર ફિલ્મને ૨૦૨૫માં ઇદના દિવસે રિલીઝ કરવાની ઘોષણા કરવામાં આવી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *