– 3 વર્ષથી ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી થઈ નથી
– રણવીર તથા અલ્લુ અર્જુન સહિતનાં નામો વિચારાયાની અફવા સુભાષ ઘાઈએ ફગાવી
મુંબઇ : ‘ખલનાયક ટૂ’માં મૂળ બલ્લુ બલરામની સંજય દત્તની ભૂમિકા રણવીર સિંહ અથવા તો અલ્લુ અર્જુન નિભાવશે તેવી અફવાઓને ફિલ્મના સર્જક સુભાષ ઘાઈએ નકારી કાઢી છે. તેમણે કહ્યું હતું કે બલ્લુ બલરામ તરીકે સંજય દત્તને રિપ્લેસ નહીં કરાય. સંજય દત્ત જ પોતાની મૂળ ભૂમિકા આગળ ધપાવશે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે સમાંતર ભૂમિકા માટે તેઓ કોઈ યંગ સ્ટારને તક આપવાનું વિચારી રહ્યા છે. સુભાષ ઘાઈ અગાઉ જ ‘ખલનાયક ટૂ’ બનાવવાનું જાહેર કરી ચૂક્યા છે પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ ફાઈનલ થઈ નથી. છેલ્લાં ત્રણ વર્ષથી માત્ર સ્ક્રિપ્ટ પર જ કામ ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. ફિલ્મમાં સંજય દત્તના સાથી કલાકાર જેકી શ્રોફને પણ રિપીટ કરાશે કે કેમ તે અંગે અટકળો સેવાય છે.