Image: Facebook
Virat Kohli: IPL 2024માં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ બેટથી દમદાર પ્રદર્શન કર્યું છે. આ સીઝનની પહેલી સદી પર આ બેટથી જ નીકળી. કમાલની વાત એ છે કે ધમાકેદાર બેટિંગ કર્યાં બાદ પણ આ ખેલાડી ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે અને તેની ઉપર બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે. માત્ર 1 મેચ બાદ જ એ લગભગ નક્કી થઈ જશે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઓફની રેસમાં રહેશે કે બહાર થઈ જશે.
વર્ષ 2008થી લઈને અત્યાર સુધીમાં સતત દર વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને IPL જીતવાની દાવેદાર ગણવામાં આવે છે. સ્ટાર ખેલાડીઓથી લેસ આ ટીમને અત્યાર સુધી એક વખત પણ ખિતાબ જીતવાની તક મળી નથી. મોટા મોટા ખેલાડીઓની ફોજ લઈને ઉતર્યા બાદ પણ ટીમને ટુર્નામેન્ટમાં નિરાશા જ મળી છે. વિરાટ કોહલીથી લઈને તમામ મોટા કેપ્ટન આ કામને અંજામ આપી શક્યાં નથી. ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશિપ વાળી ટીમ પણ IPLમાં સારુ પ્રદર્શન કરી શકી નથી.
વિરાટ કોહલીનું સ્વપ્ન તૂટી શકે છે
IPLની આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે જેમાંથી માત્ર 1 મેચ પોતાના નામે કરી છે. છેલ્લી 5 મેચમાં વિરાટ કોહલીની આ ટીમ સતત હાર વેઠી રહી છે. પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલી ટીમને જો પોતાના પ્લેઓફની આશાઓ જીવિત રાખવી હશે તો આગામી મેચ જીતવી જ પડશે. જો કોલકાતા નાઈટરાઈડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ હારી તો તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ જશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર મુશ્કેલ
ટુર્નામેન્ટની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે હાર્યા બાદ પંજાબ કિંગ્સથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેચ જીતી હતી. ખાતું ખોલ્યા બાદ આ ટીમની હાર હદથી વધુ નબળી થઈ ગઈ અને સતત 5 મેચ હારીને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગઈ. હવે આગામી 7 મેચમાંથી દરેકમાં ટીમે જીત મેળવવી જોઈએ. 1 જીત નોંધાવનારી ટીમ 7 મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. 1 પણ મેચ ગુમાવી તો તે 14 પોઈન્ટ પર રહી જશે. આવું થયું તો તેના પ્લેઓફનો નિર્ણય નેટ રન રેટ પર નક્કી થશે જે અત્યારે ખૂબ જ વધુ નબળો છે.