IPL, ક્રિકેટ ઈતિહાસની સૌથી મૂલ્યવાન જ નહિ સૌથી રોમાંચક ક્રિકેટ સીરીઝ કહેવાય છે. ખાસ કરીને આ વર્ષ 2024નું સંસ્કરણ તો અનેક કીર્તિમાન તોડી રહ્યું છે અને અનેક નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે. સૌથી વધુ ચોગ્ગા, સૌથી વધુ સિક્સર, સૌથી વધુ રનનો પહાડ આ વર્ષે બન્યો છે અને બન્યાં બાદ ટૂંક જ સમયમાં ફરી તૂટ્યો પણ છે. ગઈકાલે જ SRH અને RCB વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદના 20 ઓવરમાં ઝંઝાવાતી 287 રને તેમનો જ આ વર્ષે બનાવેલો મુંબઈ સામેનો રેકોર્ડ તોડ્યો છે તો સામે RCBએ પણ વળતી લડત આપતા 262 રન ફટકાર્યા હતા. આ સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચ નંબર-30 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. સનરાઈઝર્સ હૈદરાબાદમાં એક જ મેચમાં 549 રનનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટના નુકશાને 287 રન બનાવ્યા હતા જ્યારે 7 વિકેટ ગુમાવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 262 રન બનાવ્યા છતા હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સાથે IPL મેચમાં પ્રથમ વખત કુલ 549નો કુલ સ્કોર નોંધાયો છે જે અત્યાર સુધીનો સર્વાધિક માત્ર આ ટૂર્નામેન્ટ માટે જ નહિ કોઈપણ એક T20 મેચ માટેનો સર્વાધિક સ્કોર છે. આ પહેલા આઈપીએલ સીઝનમાં 27 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં 523 રનનો હાઈએસ્ટ સ્કોર થયો હતો. તેમાં હૈદરાબાદે 277/3નો સ્કોર બનાવ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પીછો કરતી વખતે 5 વિકેટે 246 રન બનાવી શકી હતી. 

આ અગાઉના રેકોર્ડ પર નજર કરીએ તો 26 માર્ચ 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં ઈન્ટરનેશનલ T20 મેચમાં કુલ 517 રન હતા. તેમાં WIનો સ્કોર 258/5 રન તો SAએ 7 બોલ બાકી રહેતા 259 રન ફટકાર્યા હતા.

સોમવારની જીત સાથે SRH 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે ચોથા સ્થાને છે, જ્યારે RCB 7 મેચમાં 1 જીત સાથે બોટમ ઓફ ધ ટેબલ ટીમ છે. આવો હવે જાણીએ કે આ RCB vs SRH મેચમાં કયા-કયા રેકોર્ડ બન્યા અને તૂટ્યાં…

4 બોલરોએ બનાવ્યો શરમજનક રેકોર્ડ :

આ મેચમાં RCBના 4 બોલરોએ શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિજયકુમાર વૈશાક, રીસ ટોપલી, લોકી ફર્ગ્યુસન અને યશ દયાલે મેચમાં કુલ 235 રન લૂટાવ્યા હતા. આ ચારેય બોલરોએ 50થી વધુ રન આપ્યા હતા. IPL અને ઓવરઓલ T20 ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે એક જ ટીમના 4 બોલરોએ એક મેચમાં 50થી વધુ રન આપ્યા હોય. 

કોણે કેટલા રન લૂટાવ્યા : 

ટોપલી – 68 રન – 1 વિકેટ વૈશાક – 64 રન ફર્ગ્યુસને – 52 રન – 2 વિકેટ યશ દયાલ – 51 રન 

ભારતને WC હરાવનાર ખેલાડીના નામે અનોખો રેકોર્ડ :

વર્લ્ડકપ ફાઈનલમાં ભારત સામે AUSને જીત અપાવનાર ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ઓપનર ટ્રેવિસે ચોથી ઝડપી સદી ફટકારી છે. બેંગ્લોર સામે 39 બોલમાં સદી ફટકારી હતી. હેડે 8 છગ્ગા અને 9 ચોગ્ગાની સાથે 255ના સ્ટ્રાઈક રેટ સાથે 41 બોલમાં 102 રનની ઇનિંગ રમી હતી. 

IPLમાં સૌથી ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલના નામે છે. RCB તરફથી રમતા ગેઈલે 23 એપ્રિલ, 2013ના રોજ 30 બોલમાં સદી ફટકારી હતી. પૂણે વોરિયર્સ સામેની આ ઇનિંગમાં તેણે 66 બોલમાં 175 રનની અણનમ ઈનિંગ રમી હતી. ફાસ્ટેસ્ટ સદીમાં બીજું નામ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણનું છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા પઠાણે 13 માર્ચ 2010ના રોજ બ્રેબોર્નમાં મુંબઈ સામે 37 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. ત્રીજા ક્રમે પંજાબ કિંગ્સ તરફથી રમતા ડેવિડ મિલરના 38 બોલમાં 100 રન હતા.

T20 ક્રિકેટ ઇતિહાસમાં ટોચના 5 સૌથી મોટા સ્કોર :

314/3 – નેપાળ Vs મંગોલિયા – હાંગઝોઉ 2023 

287/3 – સનરાઇઝર્સ હૈદરાબાદ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – બેંગ્લોર 2024 

278/3 – અફઘાનિસ્તાન વિ આયર્લેન્ડ – દેહરાદૂન 2019 

278/4 – ચેક રિપબ્લિક વિ તુર્કી – ઇલ્ફોવ કાઉન્ટી – 2019

277/3 – હૈદરાબાદ વિ મુંબઈ ઈન્ડિયન્સ – હૈદરાબાદ 2024 

એક T20 મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી :

81 સનરાઈઝ હૈદરાબાદ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2024 [43 ચોગ્ગા+ 38 છગ્ગા] 

81 વેસ્ટ ઈન્ડિઝ વિ. દક્ષિણ આફ્રિકા, સેન્ચ્યુરિયન 2023 [46 ચોગ્ગા+35 છગ્ગા] 

78 મુલ્તાન સુલતાન્સ વિ. રાવલપિંડી 2023 [45 ચોગ્ગા + 33 છગ્ગા]

T20 મેચમાં સર્વોચ્ચ સ્કોર 

549 સનરાઈઝર્સ હૈદરાબાદ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બેંગ્લોર 2024 

523 સનરાઈઝર્સ હૈદરાબાદ વિ. મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ 2024 

517 વેસ્ટ ઈન્ડિઝ વિ. દક્ષિણ આફ્રિકા, સેન્ચ્યુરિયન 2023 

515 મુલ્તાન સુલતાન્સ વિ. ક્વેટા ગ્લેડીયેટર્સ, રાવલપિંડી 2023

એક T20 મેચમાં સૌથી વધુ સિક્સર :

સનરાઈઝર્સ હૈદરાબાદ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બેંગ્લોર 2024 – 38 

સનરાઈઝર્સ હૈદરાબાદ વિ. મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ 2024 – 38

બલ્ખ લિજેન્ડ્સ વિ. કાબૂલ ઝવાન, શારજાહ 2018 -37 

જમૈકા તલ્લાવાહ વિ. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયેટ્સ બૈસટેરે 2019 -37

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *