– સિવિલમાં
એક છત નીચે તમામ સુવિધાને પગલે બે દિવસમાં સર્ટિફિકેટ માટે ૯૮૦ યાત્રાળુ આવ્યા જ્યારે
સ્મીમેરમાં ૨૩૦ આવ્યા

 સુરત :

અમરનાથ
યાત્રા જવા માટે પાલિકાની સ્મીમેર અને નવી સિવિલમાં  યાત્રાળુઓને ફિટનેસ સટફિકેટ બે દિવસથી આપવાનું
શરૃ કરવામાં આવ્યુ છે. જોકે સિવિલમાં સર્ટી આપવા માટે એક છત નીચે તમામ  જરૃરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.જયારે
સ્મીમેરમાં યાત્રાળુઓને તપાસ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા પડી રહયા છે.
જેથી યાત્રાળુ સાથે દર્દીઓને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હોવાનું છે.

પ્રાપ્ત
વિગત મુજબ અમરનાથબાબાના દર્શન કરવા જવા માટે યાત્રાળુઓ માટે સરકાર દ્રારા સરકારી
હોસ્પિટલમાંથી મેડીકલ ફિટનેશ સર્ટફિકેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે. જોકે આ વર્ષ
યાત્રા જવા માટે ગત શનિવારથી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ સટફિકેટ આપવાની
કામગીરી શરૃ કરવામાં આવી છે. આજે સોમવારનો દિવસ હોવાથી સ્મીમેર હોસ્પિટલમાં એક
બાજુ સારવાર માટે દર્દીઓ કેસ બારીથી લઇને વિવિધ ઓ.પી.ડીમાં ભારે ઘસારો જોવા મળ્યો
હતો. જોકે આ દર્દીઓ લાઈનો વચ્ચે જ અમરનાથ યાત્રાળુઓ પણ લાંબી કતારો ઉભા રહેતા
હોવાથી હેરાન પરેશાન થઇ રહ્યા હતા. જોકે તેઓ એક્સ-રે
,ઈ.સી.જી, તમામ જરૃરી તપાસ માટે અલગ અલગ વિભાગો સહિતનામાં જઇ રહ્યું છે. અમરનાથ
યાત્રાળુ એ જણાવ્યું હતું કે સ્મીમેર તંત્ર દ્વારા યાત્રાળુ માટે અલગથી વ્યવસ્થા
કરવી જોઈએ
, જેના લીધે ત્યાં સારવાર માટે આવતા દર્દીને
દર્દીઓને તકલીફ નહી પડે
, જોકે દર્દી સાથે યાત્રાળુ હોવાથી
બંને હાલાકી વેઠી રહી છે.

મહત્વની
વાત એ છે કે
,અમરનાથ યાત્રાળુઓને તકલિફ નહિ પડે તે માટે સિવિલમાં જુના ટ્રોમા
સેન્ટ્રરમાં એક જ છત નીચે તમામ જરૃરી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઈ.સી.જી
,લેબ, એક્સ રે, બે ફીજીશીયન,૮ મેડિકલ ઓફિસર,૮ થી ૧૦ ઓપરેટરો,૧૦ સિક્યુરિટી ગાર્ડ,સીટિંગ એરેન્જમેન્ટ તેમજ
પીવાનું પાણીથી લઈને આ તમામ સુવિધા એક જ છત નીચે કરવામાં આવી છે.  જયારે સિવિલમાં શનિવારે ૫૧૦ અને સોમવારે ૪૭૦ યાત્રાળુ
શર્ટી માટે આવ્યા હતા. જયારે સ્મીમેરમાં શનિવારે ૧૦૦ અને સોમવારે ૧૩૦ યાત્રાળુ
આવ્યા હોવાનું સુત્રો જણાવ્યુ હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *