સુરત
નવ
વર્ષ પહેલાં ઈંટના ધંધાર્થી 45 વર્ષીય તુલશીભાઈ ખાસટીયાના મોટર સાયકલન ટેમ્પોટ્રેકસએ અડફટે લીધા હતા
આજથી
નવ વર્ષ પહેલાં મહુવા પોલીસ મથકની હદમાં ટેમ્પો ટ્રેક્ષ હડફેટે મૃત્તકના
વિધવા-સંતાનોએ કરેલી 20લાખની અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના
ઓક્ઝીલરી જજ કે.એસ.ત્રિવેદીએ અંશતઃ મંજુર કરી મૃત્તકના વારસોને વાર્ષિક ૯ ટકાના
વ્યાજ સહિત 25.49 લાખ એક મહીનામાં ચુકવવા અકસ્માત
સર્જનાર વાહનની વીમા કંપનીને હુકમ કર્યો
છે.
મહુવા
તાલુકાના મીયાપુર ગામમાં આર.ડી.પાર્ક સોસાયટીમાં રહેતા તથા ઈંટના ઉત્પાદન-વેચાણ
કરીને આજીવિકા મેળવતા ૪૫ વર્ષીય તુલશીભાઈ ખાસટીયા ગઈ તા.17-5-2015ના રોજ પોતાના
મોટર સાયકલ પર બેસીને ગુણસવેલ ગામ-ખારોડ ફળીયા રોડ પરથી પસાર થતાં હતા.જે દરમિયાન
મહુવા પોલીસ મથકની હકુમતમાં ગીરીશભાઈ એલ. ભંડારી (રે. ભંડારીવાડ, બુહારી તા.વાલોડ)ની માલિકીના ટેમ્પો ટ્રેક્ષના ચાલક હીરેનભાઈ મુકેશ
પટેલ(રે.ગુણસવેલ પારસી ફળીયું,તા.મહુવા)એ બેદરકારીથી ટેમ્પો
ટ્રેક્ષ ચલાવીને મોટર સાયકલને હડફેટે લેતા તુલશીભાઈ ખાસટીયાનું ગંભીર ઈજાથી મોત
નિપજ્યું હતુ.
જેથી
મૃત્તકના વિધવા પત્ની લાભુબેન,સંતાનો અશ્વિનભાઈ, મિતાલીબેન, ભાગ્યશ્રીબેને
ટેમ્પો ચાલક,માલિક તથા ધી ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી
કુલ રૃ.20 લાખનું અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી
હતી.જેની સુનાવણી દરમિયાન મૃત્તકના વારસો
તરફે એવી રજુઆત કરવામાં આવી હતી કે મૃત્તકની વય 45ર્ષની
હતી.જ્યારે ઈંટોનું ઉત્પાદન- વેચાણ કરીને વાર્ષિક 2 લાખની
આવક ધરાવતા હતા.જેને ટ્રીબ્યુનલ જજે માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક 9
ટકાના વ્યાજ સહિત 25.49 લાખ એક મહીનામાં ચુકવી
આપવા અકસ્માત સર્જનાર ટેમ્પોની વીમા કંપની ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીને હુકમ
કર્યો છે