દાહોદના દેવગઢબારિયામાં ધાનપુરમાં લક્ષ્મીનારાયણ ટાયર શોરૂમમાં આગની ઘટના સામે આવી છે. ન.પા.ના ચીફ ઓફિસર, પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડેને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ લેટ આવતા ન.પા. પ્રમુખ ગુસ્સે થયા હતા. હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.
દાહોદના દેવગઢબારિયા ખાતે એમ આર એફ ટાયરના શોરૂમમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ધાનપુર રોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ નામની એમ.આર.એફ ટાયરના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગએ વિક્રરાળ સ્વરૂપ ધારણ કરતા ધૂમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. આગની જાણ નગરપાલિકાને થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. આગની ઘટનાની જાણ થતા નગરપાલિકા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. આગને કાબુ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ફાયર ફાઈટર ના અભાવના કારણે આગ વીકરાળ થઈ હોવાની લોકમુખે ચર્ચા રહ્યું છે. નગરપાલિકાના ફાયર ફાઈટર સાથે સ્થાનિક લોકો પણ આગને કાબુ મેળવવા માટે જોતરાયા છે. દેવગઢબારિયા પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યા હતા. આગની ઘટના બની તેમ છતા ફાયર વિભાગ સમયસર ન આવતા પાલિકાના પુર્વ પ્રમુખ રોષે ભરાયા હતા. આખરે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.