દાહોદના સંજેલીમાં ઢાલસૂમળ ગામે પરણિતા પર અત્યાચારની ઘટના બની હતી. પ્રેમીને મળવા ગયેલી પરણિતાને અર્ધનગ્ન કરીને વરઘોડો કાઢ્યો હતો અને વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસે 4 મહિલા સહિત 12 આરોપીની ધરપકડ કરીને તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે.

સંજેલીમાં મહિલાને અર્ધનગ્ન કરીને કાઢ્યો હતો વરઘોડો

મળતી માહિતી મુજબ, આજના શિક્ષિત સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દાહોદના સંજેલી તાલુકામાં પરિણીતા પર અમાનુષી અત્યાચાર કરાયો. ગામ લોકોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવી હતી. એટલું જ નહિ, તેને બાઈક પાછળ સાંકળથી બાંધી વરઘોડો કાઢ્યો હતો. અન્ય મહિલાઓ અને બાળકો પણ વરઘોડામાં જોવા મળ્યા હતા. સંજેલીના ઢાલસૂમળ ગામનો વીડિયો હોવાનું અનુમાન છે. મહિલા પ્રેમીને મળવા ગઈ હોવાનો લોકોનો આરોપ તેના પર મૂકાયો છે. 

આરોપીઓને સાથે રાખીને કરાયું રી-કન્સ્ટ્રક્શન 

મળતી માહિતી મુજબ,  દાહોદમાં સંજેલીમાં મહિલાને અર્ધનગ્ન કરીને વરઘોડો કાઢ્યો હતો. મહિલા પર અત્યાચાર કરનારા સસરા સહિત 15 વ્યક્તિ સામે નોંધાયો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે 4 મહિલા સહિત 12 આરોપીની ધરપકડ કરીને તમામનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. DySP સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ પોલીસે તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.

શું છે સમગ્ર મામલો?

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાના ઢાલસૂમળ ગામે 35 વર્ષીય પરિણીતા મહીલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતા તેના પ્રેમીને મળવા ગઈ ત્યારે 15 વ્યક્તિઓ ટોળાએ તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં બાઈક ઉપર બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. 15 લોકોના ટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી માર મારી બાઈકના કેરીયર ઉપર બેસાડી ગામમાં ફેરવી હતી. એટલું જ નહિ, આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

ત્યારે આ ઘટના અનેક સળગતા સવાલ ઉભા કરે છે શક્તિ સ્વરૂપા મહિલા સાથે આ વ્યવહાર કેટલો યોગ્ય? મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવવી કેટલું ઉચિત? મહિલાએ ભૂલ કરી તો આવી રીતે સજા આપવાની? શું આવી રીતે સમાજ કોઈ સ્ત્રીનું સન્માન કરે છે? ટોળાને મહિલાનું સરાજાહેર ચિરહરણ કરતાં શરમ ન આવી? ટોળામાં અન્ય મહિલાઓ પણ હતી તેમને પણ દયા ન આવી? આધુનિક યુગમાં આ પ્રકારના જઘન્ય કૃત્ય ચલાવી શકાય? સમાજને કોણે આપી દીધો છે કોઈને સજા આપવાનો હક? વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધી 15 જણા વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો હતો. પોલીસે 4 મહિલા સહિત 12 આરોપીની ધરપકડ કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *