છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો આ વીડિયોમાં એક મહિલા સાથે ખુબજ ખરાબ વર્તન કરવામાં આવ્યુ હતુ. મહિલાની ગરીમા હણાય તે રીતે મહિલાને અર્ઘ નગ્ન કરીને તેને ગામની શેરીઓમાં ફેરવવામાં આવી હતી.

દાહોદના સાંજેલી ગામમાં એક મહિલાને કરવામાં આવી હેરાન

દાહોદના સાંજેલી ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોના ટોળા દ્વારા બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવવામાં આવી હતી. જે પીડિત મહિલા આજીજી કરતી હોવા છતાં તેની ઉપર કોઈ રહેમ ખાતું નહોતુ. ત્યારે આ મહિલા પરિણીત હોવા છતાં તે પોતાના કોઈ પ્રેમીને મળવા ગઇ હતી અને પકડાઇ જતા તેને આવી સજા આપવામાં આવી હતી. આ સજા આપનારા તેના ગામના અને પરિવારના લોકો જ હતા.

મહિલાનો વીડિયો દુર્ભાગ્ય રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાઇકોર્ટ આ મામલે કડક બની હતી

તમામ લોકોએ મજાથી આ મહિલાનો વીડિયો જોયો હતો. મહિલાનો વીડિયો દુર્ભાગ્ય રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાઇકોર્ટ આ મામલે કડક બની હતી. હાઇકોર્ટે ઉપરોક્ત બનાવ અંગે સુઓમોટો અરજી લેતા નોધ્યું હતું કે, અમેરિકાના એક એબોર્ઝનિસ્ટ મુજબ પુરુષે સ્ત્રીનો ઉપયોગ જ કર્યો છે. તેને હંમેશાં ગુલામ બનાવીને રાખવાની વૃત્તિ સેવી છે. તેણે સ્ત્રીને કદી ઉપર આવવા દીધી નથી. સમાચાર માધ્યમોમાં દાહોદના સાંજેલીમાં નિઃસહાય મહિલાના અપમાનની નિંદનીય ઘટના બની છે. જેનો વીડિયો દુર્ભાગ્ય રીતે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.

આ સમગ્ર મામલે હાઇકોર્ટ સરકારને એક્શન ટેકન રિપોર્ટ આપવા હુકમ કર્યો છે

આ સમગ્ર મામલે હાઇકોર્ટ સરકારને એક્શન ટેકન રિપોર્ટ આપવા હુકમ કર્યો છે. હાઇકોર્ટ નોંધ લેતા કહ્યુ કે ખરાબવૃત્તિ વાળા લોકોએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. એક મહિલાને 15 જેટલા વ્યક્તિઓના ટોળા આવું કૃત્ય કરે તે કેમ ચાલે? મહિલાને બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવી. આ કેટલુ શોભનીય છે. મહિલા સુરક્ષા પર ઉઠયા સવાલ. આ મુદે સરકાર વિગતવાર જવાબ આપે. વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો સરકારે તે વીડિયો રોકવા શુ કર્યું. દાહોદની ઘટના દુર્ભાગ્યપૂર્ણ ગણાવતી ગુજરાત હાઇકોર્ટ.

સ્વાભાવિક છે કે આ ઘટનાએ રાજ્યની મહિલાઓના માનસને નકારાત્મક અસર પહોંચાડી છે

સ્વાભાવિક છે કે આ ઘટનાએ રાજ્યની મહિલાઓના માનસને નકારાત્મક અસર પહોંચાડી છે. હાઇકોર્ટે આ ઘટનાનું સ્વયં સંજ્ઞાન લેતા જાતે અરજી દાખલ કરી છે. આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ દાહોદ DSP એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કેવા પગલાં ભરાશે તેનો જવાબ આપશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *