Bangladesh Hindus Attack: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ સામે હિંસા થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરતી સંસ્થા ઈસ્કોન સાથે સંકળાયેલા આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ છે. આ દરમિયાન પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે, ‘બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ જવાબદાર છે.’ આ ઉપરાંત શેખ હસીનાએ મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસાનો માસ્ટર માઈન્ડ પણ ગણાવ્યો છે.