PM Modi watched the film The Sabarmati Report : અભિનેતા વિક્રાંત મેસી હાલમા ખૂબ ચર્ચામાં છે. તેણે પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. 37 વર્ષના વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, હવે તેમના ઘરે પરત ફરવાનો સમય આવી ગયો છે. તેમણે એમ પણ લખ્યું કે 2025માં આવનારી બે ફિલ્મો તેની છેલ્લી હશે.
વિક્રાંત મેસીએ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હોય, પરંતુ તેની નવી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ હજુ પણ બોક્સ ઓફિસ પર છવાયેલી છે.