– ઝાંગ યોશિયાએ પાકિસ્તાનના સેનાધ્યક્ષ, અસીમ મુનીર સાથે ચર્ચા કરી : ચીની નાગરિકો પર થતા હુમલા અંગે ચિંતા દર્શાવી
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં છેલ્લા કેટલાએ મહિનાઓથી ચીનના ઇજનેર, કૌશલ્યકારો અને નાગરિકો ઉપર પણ થઈ રહેલા હુમલાઓથી ચીન સચિંત બન્યું છે. તાજેતરમાં જ ફરી એક વખત બલુચિસ્તાન અને સિંધમાં ચીની નાગરિકોને ટાર્ગેટ કરી હુમલા થઈ રહ્યા છે. આથી ચીને તેમ પણ કહ્યું હતું કે, અમારા નાગરિકોની સુરક્ષા માટે અમે અમારા સુરક્ષા કર્મચારીઓને મોકલીએ. પરંતુ પાકિસ્તાનની સરકારે શપથપૂર્વક કહ્યું હતું કે, અમે તેમની સુરક્ષા માટે પૂરતો પ્રતિબંધ ગોઠવશું. જે થઈ શક્યું હોય તેમ લાગતું નથી.