– પેશાવર ગોલ્ફ કલબમાં પણ ન જવા દૂતાવાસે કહ્યું
– ખૈબર પખ્તુનવામાં શિયા-સુની વચ્ચે યુદ્ધ ચાલે છે, બલુચિસ્તાનમાં બીએલએ ખૂનખાર સ્વાતંત્ર્ય યુદ્ધ ચલાવે છે
ઇસ્લામાબાદ : અહીંના અમેરિકાના દૂતાવાસે અમેરિકનોને પેશાવર સ્થિત કેટલીક હોટેલોમાં નહીં ઉતરવા કડક સૂચના આપી છે. તે પૈકી હોટેલ-મેરીનાનું નામ અગ્રક્રમે છે. આ ઉપરાંત દૂતાવાસે પેશાવર સ્થિત ગોલ્ફ કલબથી પણ દૂર રહેવા તેના નાગરિકોને રીતસર આદેશ આપી દીધો છે. આ હોટેલ કે ગોલ્ફ કલબમાં ૧૬મી ડિસેમ્બર સુધી તો નહીં જવા ભારપૂર્વક જણાવી દીધું છે.