image : freepik

Jamnagar News : જામનગર નજીક દરેડ જીઆઈડીસી ફેસ-3માં આવેલા બ્રાસના કારખાનાની ભઠ્ઠીમાં ગઈકાલે બપોરના સમયે ધગધગતો ઓગાળેલો પીતળનો રસ ઢોળાતાં 3 પરપ્રાંતિય શ્રમિકો દાજી જતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલત સુધારા પર છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ જીઆઈડીસી ફેસ-3માં કનસુમરાના પાટીયા પાસે આવેલા શ્રી ભવાની એક્સ્ટ્રુઝન નામના બ્રાસના કારખાનાની ભઠ્ઠીમાં ગઈકાલે બપોરના સમયે શ્રમિકો કામ કરી રહ્યા હતાં. ત્યારે ભઠ્ઠીમાં ઓગાળેલા પીતળનો રસ પાઈપ નાખતાં તેમાંથી ધગધગતો પીતળનો રસ ઢોળાવાથી નિલેશ યાદવ, વિકાસ યાદવ, મનસીંગ યાદવ નામના ત્રણ શ્રમિકો દાજી જતાં દોડધામ મચી ગઈ હતી, અને અન્ય શ્રમિકો પણ ભઠ્ઠીમાંથી બહાર નિકળી ગયા હતાં. 

જે બાદ દાજી ગયેલા ત્રણેય શ્રમિકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે 108 નંબરની એમ્બ્યુલન્સમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તરત જ અન્ય શ્રમિકો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા, હાલ ત્રણેય શ્રમિકોની હાલત સુધારા પર છે. 

આ બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને સમગ્ર બનાવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *